ક્યાંક ફરી પરીક્ષા લેવા તો ક્યાંક નોકરીની માંગ..., દેશનું 'ભાવિ' રસ્તા પર ગોથાખાતું અને સરકાર મૌન!

Gujarat Tak

18 Jun 2024 (अपडेटेड: Jun 18 2024 6:47 PM)

Gandhinagar News: ભારત દેશ સૌથી વધુ ડેમોગ્રાફિક ડિવિડન્ડ ધરાવતો દેશ છે પણ આજે દેશનું આજ ભાવિ રસ્તા પર ગોથાખાતું જોવા મળી રહ્યું છે.

Gandhinagar News

Gandhinagar News

follow google news

Gandhinagar News: ભારત દેશ સૌથી વધુ ડેમોગ્રાફિક ડિવિડન્ડ ધરાવતો દેશ છે પણ આજે દેશનું આજ ભાવિ રસ્તા પર ગોથાખાતું જોવા મળી રહ્યું છે. રાજ્યમાં આજે એક તરફ NEET ના પેપરલીકનો વિરોધ છે તો બીજી તરફ ટેટ-ટાટમાં કાયમી ભરતી મુદ્દે ઉમેદવારો વિરોધ કરી રહ્યા છે અને રસ્તા પર ઉતારી ન્યાયની માંગણી કરી રહ્યા છે. 

આ પણ વાંચો

ગાંધીનગરના રસ્તા પર કાયમી ભરતી માટે મહાઆંદોલન

ગુજરાતમાં TET-TAT પાસ ઉમેદવારોએ આંદોલનનું શસ્ત્ર ઉગામ્યું છે. કાયમી શિક્ષકોની ભરતીની માંગ સાથે ઉમેદવારોએ સરકાર સામે મહાઆંદોલન શરૂ કર્યું છે. જ્યાં સુધી સરકાર દ્વારા કાયમી ભરતીની જાહેરાત નહીં કરાય ત્યાં સુધી લડત આપવા પણ તૈયાર છે. આજે મોટી સંખ્યામાં TET-TAT પાસ ઉમેદવારો વિરોધ કરવા માટે ગાંધીનગર ખાતે પહોંચ્યા હતા. જ્યાં પોલીસ દ્વારા ઉમેદવારોની અટકાયત કરવામાં આવી હતી. 

સંપૂર્ણ અહેવાલ વાંચો:- ગાંધીનગરમાં TET-TAT પાસ ઉમેદવારો અને પોલીસ વચ્ચે ઘર્ષણ, ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની અટકાયત

NEETની પરીક્ષા ફરી લેવા NSUI દ્વારા વિરોધ

NEETની પરીક્ષાને લઈ સમગ્ર દેશમાં વિરોધ ચાલી રહ્યો છે અને મામલે સુપ્રીમ કોર્ટમાં પણ છે. જેનો વિરોધ આજે ગુજરાતમાં પણ જોવા મળ્યો હતો, પાટણ શહેરના ઊંઝામાં NSUIના કાર્યકરો અને નીટના વિદ્યાર્થીઓએ રસ્તા પર ચક્કાજામ કર્યો હતો અને ભાજપ વિરુદ્ધ સુત્રોચાર કરી વિરોધ કર્યો હતો. જેને લઈ પોલીસે મામ કાર્યકરોની ટીંગાટોળી કરી અટકાયત કરી હતી.  NSUIએ માંગ કરી છે ફરી પરીક્ષા લેવામાં આવે.

રાહુલ ગાંધી પણ ઉતર્યા વિધાર્થીના સમર્થનમાં

એવામાં આ મામલે રાહુલ ગાંધીએ પણ આજે નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે, બિહાર, ગુજરાત અને હરિયાણામાં થયેલી ધરપકડો પરથી સ્પષ્ટ થાય છે કે પરીક્ષામાં વ્યવસ્થિત રીતે સંગઠિત ભ્રષ્ટાચાર થયો છે અને આ ભાજપ શાસિત રાજ્યો પેપર લીકનું કેન્દ્ર બની ગયા છે. NEET પેપર લીક મામલે વિપક્ષ સતત મોદી સરકાર પર નિશાન સાધી રહ્યું છે. પ્રિયંકા ગાંધી, જયરામ રમેશ અને રાહુલ ગાંધીથી લઈને સપા પ્રમુખ અખિલેશ યાદવ સુધી પેપર લીક મામલે સરકારને ઘેરી રહી છે.

MSUમાં સ્થાનિક વિદ્યાર્થીઓને પ્રવેશના મુદ્દે વિરોધ

આ બંને વિરોધ સિવાય આજે રાજ્યના વડોદરા શહેરમાં MSUમાં સ્થાનિક વિદ્યાર્થીઓનો પણ વિરોધ જોવા મળ્યો હતો, વિદ્યાર્થીઓ, પૂર્વ વિદ્યાર્થી, ભાજપ અને કોંગ્રેસના નેતાઓએ વિશાળ રેલી કાઢી યુનિવર્સિટી હેડ ઓફિસ ખાતે પહોંચી હલ્લાબોલ કર્યો હતો. આ સમયે પોલીસ અને વિદ્યાર્થીઓ વચ્ચે ઘર્ષણ જોવા મળ્યું હતું. કોમર્સ ફેકલ્ટીમાં 75 ટકાએ મેરીટ અટકતા કેટલાક હજારો વિધાર્થીઓને પ્રવેશ ન મળ્યા, જેના કારણે આંદોલન કર્યા કરવામાં આવ્યું હતું. 40થી 50 દિવસ પહેલાનું આ આંદોલન ચાલી રહ્યું છે. હવે વિધાર્થીઓ એવી માંગણી કરી રહ્યા છે કે, 40 ટકાથી વધારે લાવનાર તમામ વડોદરાના સ્થાનિક વિદ્યાર્થીઓને એડમિશન મળે એવી વ્યવસ્થા થવી જોઇએ. 
 

    follow whatsapp