Dahod News : દારૂબંધી ગુજરાતમાં બસ કહેવા માટે જ હોઈ તેવું લાગી રહ્યું છે. દારૂબંધીના મોટા મોટા બણગા ફૂકતી સરકારના રાજમાં દારૂબંધી માત્રને માત્ર કાગળ પર જ હોઈ તેવું લાગી રહ્યું છે. ગુજરાતમાં દારૂબંધી હોવા છતાંય દારૂ પીવાય અને વેચાય છે. રાજ્યમાં ઠેર-ઠેર પકડાતો દારુ અને દારુ પાર્ટી આનો પુરાવો છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ સિંગણપુર વિસ્તારમાં આવેલા તરકુંડની અંદર દારૂની મહેફિલ માણતા ઝડપાયા બાદ હવે ભાજપના નેતા જ દારુ પાર્ટી કરી રહ્યા હોવાનો વીડિયો સામે આવ્યો છે. જોકે, આ વીડિયોની ગુજરાત તક પુષ્ટિ કરતું નથી.
ADVERTISEMENT
ભાજપ નેતાનો વીડિયો થયો વાયરલ
શિસ્તબધ્ધ ગણાતી પાર્ટી ભાજપના જ નેતા દારૂની મહેફિલ માણી રહ્યા હોવાનો વીડિયો સામે આવ્યો છે. જાણે કે તેમને પોલીસે દારૂ પીવાનો પરવાનો આપી દીધો હોય તેમ બિન્દાસ કેબિનમાં બેસીને ભાજપ નેતા દીપેશ લાલપુરવાળા દારુ પીતા જોવા મળી રહ્યા છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
દારૂની મહેફિલના દ્રશ્યો સામે આવ્યા
ગુજરાતમાં દારૂબંધી છે અને કોઈ દારૂ પીતા ઝડપાય તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે, તો દાહોદ નગરપાલિકાના ભાજપના નેતા દીપેશ લાલપુરવાળા ખુલ્લેઆમ દારૂની મહેફિલ લગાવીને બેઠા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થતાં જ શહેરમાં અનેક પ્રકારની ચર્ચાઓ ચાલી રહી છે. (નોંધ- Gujarat Tak આ વાયરલ વીડિયોની પુષ્ટિ કરતું નથી)
સુરતમાં અધિકારીઓએ કરી હતી દારુ પાર્ટી
સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ સ્વિમિંગ પૂલમાં દારૂ પી રહ્યા હતા. આ સતર્ક નાગરિક અચાનક ઓફિસમાં ઘુસી ગયો હતો અને તમામ અધિકારીઓ અને કર્મચારીઓને દારૂ પીધેલી હાલતમાં રંગે હાથે પકડી લીધા હતા. આ અંગે સ્થાનિક કોર્પોરેટરને જાણ કરતાં કોર્પોરેટર નરેન્દ્ર પાંડવેએ પોલીસને આ સમગ્ર મામલે જાણ કરતાં પોલીસે તમામ વિરુદ્ધ ગુનો નોંધી તેમની ધરપકડ કરી હતી.
ADVERTISEMENT