Vadodara માં લોકોને ભાજપ વિરુદ્ધ કરવાનું ષડયંત્ર ચાલે છે? ભાજપ MLAએ લગાવ્યા ગંભીર આરોપ

Gujarat Tak

29 Jun 2024 (अपडेटेड: Jun 29 2024 4:21 PM)

Vadodara MLA Yogesh Patel: વડોદરામાં હાઉસિંગ બોર્ડ અને કોર્પોરેશનના 300થી વધુ મકાનના વીજ અને પાણીના કનેક્શન કાપી નખાતા મામલો ગંભીર બન્યો છે. હાઉસિંગ બોર્ડના મકાન માલિકોને ઘર ખાલી કરવા નોટિસ અપાતા ભાજપના ધારાસભ્ય અધિકારીઓ પર બગડ્યા હતા.

ધારાસભ્ય યોગેશ પટેલની તસવીર

MLA Yogesh Patel

follow google news

Vadodara MLA Yogesh Patel: વડોદરામાં હાઉસિંગ બોર્ડ અને કોર્પોરેશનના 5000 મકાનના વીજ અને પાણીના કનેક્શન કાપી નખાતા મામલો ગંભીર બન્યો છે. હાઉસિંગ બોર્ડના મકાન માલિકોને ઘર ખાલી કરવા નોટિસ અપાતા ભાજપના ધારાસભ્ય અધિકારીઓ પર બગડ્યા હતા અને તેમને જાહેરમાં કરી દીધું કે, અધિકારીઓ મનમાની કરી રહ્યા છે, ગાંઠતા નથી.

આ પણ વાંચો

300થી વધુ મકાનોના વીજ-પાણીના કનેક્શન કાપી નખાયા

હકીકતમાં વડોદરા શહેરમાં તરસાલી બાયપાસ પાસે દિવાળીપુરાન 300થી વધુ જર્જરિત મકાનોના વીજ અને પાણીના કનેક્શન કાપી નાખવામાં આવ્યા હતા. જે બાદ પૂર્વ મેયર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને ડે. મેયરને લઈને ત્યાં પહોંચ્યા હતા. આ બાદ માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલ પણ ત્યાં પહોંચ્યા હતા અને અધિકારીઓને બોલાવવામાં આવ્યા હતા. આ દરમિયાન ધારાસભ્યએ અધિકારીઓ પર ગુસ્સો ઠાલવ્યો હતો.

'અધિકારીઓના વર્તનથી તોફાનો ફાટી નીકળશે'

ધારાસભ્ય યોગેશ પટેલે કહ્યું- ચૂંટાયેલા પ્રતિનિધિઓને વિશ્વાસમાં લીધા વગર અધિકારી મનફાવે તેમ ઘરના ડ્રેનેજ, પાણી અને વીજ કનેક્શન કાપી નાખે છે. અધિકારીઓના આવા વર્તનથી શહેરમાં તોફાનો ફાટી નીકળશે, અરાજકતા ફેલાશે. ચોમાસામાં આટલા બધા ઘર ખાલી કરાવવાની હિંમત અધિકારીઓમાં ક્યાંથી આવી? જર્જરિત મકાનનું રિનોવેશન થઈ શકે તેમને ખાલી ન કરાવવા જોઈએ. અધિકારીઓ પોતાને સમજે છે શું? આજે 500-2000 કે 5000 મકાનો તોડી પાડે તો લોકો ક્યાં જાય? આ લોકો શહેરમાં અંધાધૂંધી ફેલાવવા માગે છે. આ બધી સૂચનાઓ કયા અધિકારી આપે છે.

તેમણે કહ્યું કે, આ ખોટી બાબત છે. અધિકારીઓએ મનમાની કરી જ છે. મને લાગે છે બધા મકાનો તોડી પાડવાની વાત કરીને શહેરમાં તોફાન થાય અને લોકો ભાજપ વિરુદ્ધમાં જાય તેવું આ ષડયંત્ર છે.  
 

    follow whatsapp