Rule Change: ગેસ સિલિન્ડરના ભાવથી લઈને ક્રેડિટ કાર્ડ સુધી...આજથી દેશમાં બદલાયા આ 5 મોટા નિયમો

Gujarat Tak

• 10:17 AM • 01 Jul 2024

New Rules July 2024: જૂન મહિનો પૂરો થઈ ગયો છે અને જુલાઈ 2024 શરૂ થઈ ગયો છે. દર મહિનાની જેમ આ નવો મહિનો પણ ઘણા ફેરફારો (Rule Change From 1st July) લઈને આવ્યો છે.

New Rules July 2024

1 જુલાઈ 2024થી બદલાયા આટલા નિયમો

follow google news

New Rules July 2024: જૂન મહિનો પૂરો થઈ ગયો છે અને જુલાઈ 2024 શરૂ થઈ ગયો છે. દર મહિનાની જેમ આ નવો મહિનો પણ ઘણા ફેરફારો (Rule Change From 1st July) લઈને આવ્યો છે. જેમાં ઘરના રસોડાના બજેટથી લઈને ક્રેડિટ કાર્ડના નિયમો સુધી બધું જ સામેલ છે. પહેલી તારીખથી દેશમાં ફરી એકવાર એલપીજી સિલિન્ડરની કિંમતમાં ફેરફાર થયો છે અને ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતોમાં ઘટાડો કરીને રાહત આપી છે. રાજધાની દિલ્હીમાં 19 કિલોના સિલિન્ડરની કિંમતમાં 30 રૂપિયા (LPG Price Cut)નો ઘટાડો કરવામાં આવ્યો છે. ચાલો જાણીએ આવા 5 મોટા ફેરફારો વિશે જેની અસર દરેક ઘર અને દરેક ખિસ્સા પર પડશે…

આ પણ વાંચો

LPGના ભાવમાં ઘટાડો

દેશમાં ફરીથી એલપીજીના ભાવ (LPG Price)માં ઘટાડો કરવામાં આવ્યો છે. જોકે, આ વખતે પણ ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતોમાં સુધારો કર્યો છે, ઘરેલુ ગેસ સિલિન્ડર (LPG Cylinder Price)ની કિંમતો યથાવત રાખી છે, જે 1 જુલાઈ, 2024ના રોજ સવારે 6 વાગ્યાથી અમલમાં આવી છે. થોડા દિવસ અગાઉ જ 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડર (Commercial PLG Cylinder)ના ભાવમાં ઘણા ફેરફાર કરવામાં આવ્યા છે.


લેટેસ્ટ ફેરફાર બાદ દિલ્હીમાં આજથી સિલિન્ડર 30 રૂપિયા સસ્તો થઈ ગયો છે. દિલ્હી એલપીજીની કિંમતની વાત કરીએ તો તેની કિંમત 1676 રૂપિયાથી ઘટાડીને 1646 રૂપિયા કરવામાં આવી છે. આ સિવાય કોલકાતામાં તે 1787 રૂપિયાના બદલે 1756 રૂપિયામાં મળશે. ચેન્નાઈમાં આજથી કોમર્શિયલ સિલિન્ડર 1840.50 રૂપિયાની જગ્યાએ 1809.50 રૂપિયામાં મળશે જો મુંબઈની વાત કરીએ તો તેની કિંમત 1598 રૂપિયા થઈ ગઈ છે, જે પહેલા 1629 રૂપિયામાં મળતી હતી.


ક્રેડિટ કાર્ડ બિલ પેમેન્ટ

જો તમે પણ ક્રેડિટ કાર્ડ  (Credit Card)નો ઉપયોગ કરો છો, તો આજે 1લી જુલાઈ 2024થી તમારા માટે પણ નિયમો બદલાઈ ગયા છે. વાસ્તવમાં, ક્રેડિટ કાર્ડ પેમેન્ટ સંબંધિત મોટા ફેરફારો મહિનાના પહેલા જ દિવસથી લાગુ થયા છે. આ પછી કેટલાક પેમેન્ટ પ્લેટફોર્મ દ્વારા બિલ પેમેન્ટમાં સમસ્યા આવી શકે છે. આ પ્લેટફોર્મ્સમાં CRED, PhonePe, BillDesk જેવી કેટલીક ફિનટેકનો સમાવેશ થાય છે. વાસ્તવમાં, આરબીઆઈના નવા નિયમ અનુસાર, 1 જુલાઈથી તમામ ક્રેડિટ કાર્ડ બિલની ચૂકવણી ભારત બિલ પેમેન્ટ સિસ્ટમ એટલે કે BBPS દ્વારા થવી જોઈએ. તે પછી દરેક વ્યક્તિએ ભારત બિલ પેમેન્ટ સિસ્ટમ (BBPS) દ્વારા બિલિંગ કરવાનું રહેશે.

સિમ કાર્ડ પોર્ટ નિયમ

TRAI સુરક્ષાને ધ્યાનમાં રાખીને નિયમોમાં ફેરફાર કરી રહી છે. હવે ફરી એકવાર સિમ કાર્ડ સંબંધિત નિયમો બદલાયા છે. આ મોટો ફેરફાર પણ 1 જુલાઈ, 2024થી અમલમાં આવ્યો છે. ટ્રાઈએ મોબાઈલ નંબર પોર્ટેબિલિટી (MNP) નિયમમાં ફેરફાર કરીને સિમ સ્વેપ ફ્રોડથી બચવા માટે આ નિયમ લાગુ કર્યો છે. આ હેઠળ, જો સિમ કાર્ડ ચોરાઈ જાય અથવા ડેમેજ થઈ જાય, તો તમારે થોડો સમય રાહ જોવી પડશે. પહેલા સિમ કાર્ડ ચોરી થવા અથવા ડેમેજ થયા બાદ તમને સ્ટોરથી તાત્કાલિક નવું સિમ કાર્ડ મળી જતું હતું, પરંતુ નવા નિયમ અનુસાર, હવે તેનો લોકિંગ સમયગાળો લંબાવવામાં આવ્યો છે અને યુઝર્સને 7 દિવસ સુધી રાહ જોવી પડશે.


મોબાઈલના પ્લાનની કિંમત વધી

જુલાઈમાં વધુ એક નિયમ બદલાયો છે, જે તમારા મોબાઈલ ફોન સાથે સંબંધિત છે. હકીકતમાં, રિલાયન્સ જિયોથી લઈને એરટેલ અને વોડાફોન-આઈડિયાએ તેમના ટેરિફ પ્લાનને મોંઘા કર્યા છે. આ નવા પ્લાન્સ 3થી 4 જુલાઇથી અમલી બનશે.

12 દિવસ બેંકોમાં રજા

જુલાઈ મહિના માટે બેંક હોલિડે લિસ્ટ (Bank Holiday List) આરબીઆઈ દ્વારા તેની વેબસાઈટ પર અપલોડ કરી છે. જે મુજબ, આ મહિને 12 દિવસ બેંકો બંધ રહેશે (Bank Holidays List in july 2024).

    follow whatsapp