શેરબજારમાં તેજીઃ નિફ્ટી પહેલીવાર 24000ને પાર, સેન્સેક્સે પણ બનાવો નવો રેકોર્ડ; રોકાણકારોને મોજ

Stock Market Today: શેર બજારમાં ગુરુવારે જોરદાર તેજી આવી અને સેન્સેક્સ પહેલીવાર 79000 પોઈન્ટ અને નિફ્ટી 24000 પોઈન્ટને વટાવી ગયો.

Stock Market Today

શેરબજારમાં તેજી

follow google news

Stock Market Today: શેર બજારમાં ગુરુવારે જોરદાર તેજી આવી અને સેન્સેક્સ પહેલીવાર 79000 પોઈન્ટ અને નિફ્ટી 24000 પોઈન્ટને વટાવી ગયો. BSEનો 30 શેર ધરાવતો સેન્સેક્સ શરૂઆતી ટ્રેડિગમાં ઘટાડા બાદ 512.68 પોઈન્ટ ઉછળીને 79,186.93 પોઈન્ટ ઓલ ટાઈમ હાઈ પર પહોંચી ગયો હતો. નિફ્ટી પણ 146.45 પોઈન્ટ ઉપર ચઢીને 24,075 પોઈન્ટના પોતાના નવા સ્તરે પહોંચ્યો હતો. 

આ શેરમાં થયો વધારો

સેન્સેક્સમાં લિસ્ટેડ 30 કંપનીઓથી અલ્ટ્રાટેક સિમેન્ટ, જેએસડબ્લ્યુ સ્ટીલ, ઈન્ફોસિસ, ટેક મહિન્દ્રા, ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેરમાં સૌથી વધુ વધારો થયો. લાર્સન એન્ડ ટુબ્રો, મારુતિ, અદાણી પોર્ટ્સ અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના શેરને નુકસાન થયું હતું.

આ 5 શેરો રોકેટ બની ગયા

સમાચાર લખાયા ત્યાં સુધી સેન્સેક્સ પર અલ્ટ્રાટેક સિમેન્ટ સૌથી વધુ નફાકારક શેર રહ્યો. તે 4.7 ટકાથી વધુના વધારા સાથે ટ્રેડ કરી રહ્યો હતો. આ પછી JSW સ્ટીલ (2.7), NTPC (2.55), TCS (1.92) અને ટેક મહિન્દ્રા (1.84 ટકા) 5 સૌથી વધુ નફાકારક શેરોમાં સામેલ રહ્યા. L&T, સન ફાર્મા, SBI અને મારુતિના શેરમાં સૌથી વધુ ઘટાડો જોવા મળ્યો હતો.
 

    follow whatsapp