Petrol Diesel Price Today: ખુશખબર! પેટ્રોલ અને ડીઝલ થયું સસ્તું, જાણો ક્યાં કેટલા ઘટ્યા ભાવ?

Petrol Diesel Price Today 29 June 2024: દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના આધારે સુધારો કરવામાં આવે છે. આ પછી પેટ્રોલ-ડીઝલના લેટેસ્ટ ભાવ જાહેર કરવામાં આવે છે. દરરોજની જેમ આજે એટલે કે 29 જૂન શનિવારના રોજ ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ અપડેટ કર્યા છે.

Petrol Diesel Price Today 29 June 2024

પેટ્રોલ અને ડીઝલ થયું સસ્તું

follow google news

Petrol Diesel Price Today 29 June 2024: દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના આધારે સુધારો કરવામાં આવે છે. આ પછી પેટ્રોલ-ડીઝલના લેટેસ્ટ ભાવ જાહેર કરવામાં આવે છે. દરરોજની જેમ આજે એટલે કે 29 જૂન શનિવારના રોજ ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ અપડેટ કર્યા છે. 28 જૂન, શુક્રવારે ફ્યૂલની કિંમતમાં ઘટાડો થયો છે, પરંતુ મહારાષ્ટ્રની રાજ્ય સરકાર દ્વારા તેમાં ઘટાડો કરવામાં આવ્યો છે. વાસ્તવમાં મહારાષ્ટ્ર સરકારે ઈંધણ પરના વેટમાં ઘટોજો કર્યો છે. આવી સ્થિતિમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થયો છે. ચાલો જાણીએ પેટ્રોલ અને ડીઝલ ક્યાં સસ્તા થયા છે.

અહીં પેટ્રોલ અને ડીઝલ સસ્તું થયું

મહારાષ્ટ્રે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કર્યો છે. રાજ્ય સરકારે બજેટની રજૂ કરતી વખતે મુંબઈમાં ઈંધણ પર લાગતા વેટ (VAT) માં ઘટાડો કર્યો છે, જેમાં પેટ્રોલમાં પ્રતિ લિટર 65 પૈસાનો ઘટાડો થયો છે. જ્યારે ડીઝલની કિંમતમાં 2.60 રૂપિયા પ્રતિ લીટરનો ઘટાડો થયો છે.


મહાનગરોમાં પેટ્રોલના ભાવ (પ્રતિ લીટર)

- દિલ્હીમાં પેટ્રોલની કિંમત 94.76 રૂપિયા છે.
- મુંબઈમાં પેટ્રોલની કિંમત 103.43 રૂપિયા છે.
- કોલકાતામાં પેટ્રોલની કિંમત 103.93 રૂપિયા છે.
- બેંગલુરુમાં પેટ્રોલની કિંમત 102.84 રૂપિયા છે.
- ચેન્નાઈમાં પેટ્રોલની કિંમત 100.73 રૂપિયા છે.
- અમદાવાદમાં પેટ્રોલની કિંમત 94.42 રૂપિયા છે.


મહાનગરોમાં ડીઝલના ભાવ (પ્રતિ લીટર)

- દિલ્હીમાં ડીઝલની કિંમત 87.66 રૂપિયા છે.
- મુંબઈમાં ડીઝલની કિંમત 89.95 રૂપિયા છે.
- કોલકાતામાં ડીઝલની કિંમત 90.74 રૂપિયા છે.
- બેંગલુરુમાં ડીઝલની કિંમત 88.95 રૂપિયા છે.
- ચેન્નાઈમાં ડીઝલની કિંમત 92.32 રૂપિયા છે.
- અમદાવાદમાં ડીઝલની કિંમત 90.09 રૂપિયા છે.


દરરોજ અપડેટ કરવામાં આવે છે ભાવ

વર્ષ 2017થી સતત ભારતીય કંપનીઓ ઈંધણના ભાવમાં સુધારો કર્યા બાદ અપડેટ કરેલા દરો સત્તાવાર વેબસાઈટ પર જાહેર કરે છે. દિલ્હી, મુંબઈ અને અન્ય શહેરોમાં ઈંધણના ભાવમાં તફાવતનું કારણ શહેરો અને રાજ્યો દ્વારા લાદવામાં આવતો ટેક્સ છે.
 

    follow whatsapp