દેશ-દુનિયાની નંબર 1 ટુ-વ્હીલર કંપની પર પણ મોંઘવારીની અસર! એક જુલાઈથી કિંમતમાં થશે ધરખમ વધારો

Gujarat Tak

24 Jun 2024 (अपडेटेड: Jun 24 2024 7:37 PM)

ટુ-વ્હીલર ખરીદનારાઓને હવે મોંઘવારીની વધુ માર સહન કરવી પડશે. હા,આવતા મહિનાની 1 જુલાઈથી Hero MotoCorpએ પોતાની મોટરસાઈકલ અને સ્કૂટરની કિંમતો વધારવાનો નિર્ણય લીધો

Hero Motocorp

Hero Motocorp

follow google news

Hero Motocorp To Increase Prices Of Motorcycles: ટુ-વ્હીલર ખરીદનારાઓને હવે મોંઘવારીની વધુ માર સહન કરવી પડશે. હા,આવતા મહિનાની 1 જુલાઈથી Hero MotoCorpએ પોતાની મોટરસાઈકલ અને સ્કૂટરની કિંમતો વધારવાનો નિર્ણય લીધો છે. તો જણાવીએ કે હીરો તેના ટુ-વ્હીલર્સની કિંમતમાં કેટલા રૂપિયા વધારવા જઈ રહી છે?

આ પણ વાંચો

Hero MotoCorp ના ભાવમાં થશે વધારો

દેશ અને દુનિયાની નંબર 1 ટુ-વ્હીલર કંપની Hero MotoCorp આવતા મહિને ગ્રાહકોને મોટો ઝટકો આપવા જઈ રહી છે. Hero MotoCorn એ 1 જુલાઈ, 2024થી તેની મોટરસાઈકલ અને સ્કૂટરની કિંમતમાં 1500 રૂપિયા સુધીનો વધારો કરવાની જાહેરાત કરી છે. આ ભાવ વધારો વિવિધ મોડલ્સ અને વેરિઅન્ટ્સ પર બદલાશે, જેનો અર્થ છે કે આવતા મહિનાથી તમારે હીરો કંપનીના ટુ-વ્હીલર માટે વધુ ખર્ચ કરવો પડશે. એક્સ-શોરૂમ કિંમતના આધારે ભાવ વધારો કરવામાં આવ્યો છે. કંપનીનું કહેવું છે કે ઈનપુટ કોસ્ટમાં વધારાની સ્થિતિમાં કંપનીએ તેના ટુ-વ્હીલર્સની કિંમતોમાં વધારો કરવાની જાહેરાત કરી છે.

સરકારી નોકરીની તક! SSC માં આવી મોટી ભરતી, જાણો અરજીથી પગાર સુધીની તમામ માહિતી

વિવિધ સેગમેન્ટમાં હીરોની લોકપ્રિય મોટરસાયકલો

તમને જણાવી દઈએ કે Hero MotoCorp ભારતીય બજારમાં 10 કોમ્યુટર બાઇક, 4 સ્પોર્ટ્સ બાઇક, 2 એડવેન્ચર ટુરર બાઇક, એક સ્પોર્ટ્સ નેકેડ, એક ક્રુઝર અને એક ઓફ-રોડ મોટરસાઇકલ તેમજ 4 સ્કૂટર વેચે છે. હંમેશની જેમ, Hero Splendor છેલ્લા મહિનામાં એટલે કે મે 2024માં સૌથી વધુ વેચાતી મોટરસાઇકલ હતી, પરંતુ Hero MotoCorp સ્કૂટર સેગમેન્ટમાં પાછળ રહી ગઈ છે. ગયા મહિનાના ટોપ 10 સ્કૂટર્સમાં એક પણ હીરો સ્કૂટર ન હતું. વાસ્તવમાં, સારી માઈલેજ અને ફીચર્સ સાથે, Hero MotoCorp એ તેની રેન્જ 100 cc થી વધારીને 125 cc સેગમેન્ટ કરી છે.

    follow whatsapp