Ind vs Eng: વર્લ્ડ કપમાં ભારતની જીત નક્કી! સેમિફાઇનલની મેચ પહેલા જ ઇંગ્લિશ ક્રિકેટરે માની હાર?

ADVERTISEMENT

Ind vs Eng
Ind vs Eng
social share
google news

Ind vs Eng Semi final: ભારતીય ક્રિકેટ ટીમે શાનદાર રમત બતાવીને ICC T20 વર્લ્ડ કપની સેમિફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. ટીમ ઈન્ડિયાને ઈંગ્લેન્ડ સામે રમવાનું છે અને આ મેચ પહેલા વિરોધી કેમ્પને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઇંગ્લેન્ડે છેલ્લે T20 વર્લ્ડ કપની સેમિફાઇનલમાં ભારતને હરાવ્યું હતું. પૂર્વ ઇંગ્લિશ ક્રિકેટર પોલ કોલિંગવુડે કહ્યું છે કે ભારતીય ટીમ આ વખતે હારશે નહીં. જો ઈંગ્લેન્ડને જીતવું હોય તો તેણે કંઈક અસાધારણ કરવું પડશે.

પૂર્વ ઇંગ્લિશ ક્રિકેટરે ભારતીય માટે આપ્યું મોટું નિવેદન

પોલ કોલિંગવુડે સ્ટાર સ્પોર્ટ્સ શોમાં ટીમ ઈન્ડિયાના જોરદાર વખાણ કર્યા હતા. તેણે કહ્યું, આ વખતે ભારતીય ટીમ પાસે ઉત્તમ ઓલરાઉન્ડરોથી ભરેલી ટીમ છે, ખાસ કરીને જસપ્રિત બુમરાહ, તે અત્યારે જે ફોર્મમાં છે તે ખતરનાક છે. તે સંપૂર્ણ રીતે ફિટ છે અને તેની સંપૂર્ણ ક્ષમતા અનુસાર ઝડપી ગતિએ બોલિંગ કરી રહ્યો છે. કોઈ ટીમ પાસે તેમનો કોઈ જવાબ નથી. 20 ઓવરની મેચમાં જો તમારી પાસે બુમરાહ જેવો ઘાતક બોલર હોય જે 24 બોલ ફેંકે તો તે ઘણો ફરક પાડે છે. વધુમાં તેમણે કહ્યું કે, ભારતીય ટીમ અમેરિકાની મુશ્કેલ પીચો પર પણ ખૂબ જ આત્મવિશ્વાસ સાથે રમતી જોવા મળી હતી. સાચું કહું તો મને નથી લાગતું કે આ વખતે ભારતીય ટીમ હારશે અને ઈંગ્લેન્ડે ભારતને હરાવવા માટે ખાસ રમત બતાવવી પડશે.

છેલ્લી વખત ઈંગ્લેન્ડ જીત્યું હતું

ICC T20 વર્લ્ડ કપ 2022ની સેમીફાઈનલમાં પણ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે મેચ રમાઈ હતી. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે 6 વિકેટે 168 રન બનાવ્યા હતા. લક્ષ્યનો પીછો કરતી વખતે કેપ્ટન જોસ બટલરે એલેક્સ હેલ્સ સાથે મળીને ટીમને જીત તરફ દોરી હતી. ભારતીય બોલરો એક પણ વિકેટ લઈ શક્યા ન હતા અને ટીમને 10 વિકેટની શરમજનક હાર સાથે ટુર્નામેન્ટમાંથી બહાર થવું પડ્યું હતું.

આ પણ વાંચો

ADVERTISEMENT

IND vs ENG: સેમીફાઈનલમાં વરસાદ આવ્યો તો ભારતીય ટીમ બહાર થશે? શું છે રિઝર્વ-ડેનો નિયમ, જાણો

    follow whatsapp

    ADVERTISEMENT