T20 World Cup 2024 Prize Money: વર્લ્ડ ચેમ્પિયન ટીમ ઈન્ડિયા પર થયો પૈસાનો વરસાદ... રનર અપ સાઉથ આફ્રિકાને પણ મળ્યા કરોડો રૂપિયા

ADVERTISEMENT

 Team India Champion
ટીમ ઈન્ડિયા પર રૂપિયાનો વરસાદ
social share
google news

Team India Champion: ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2024 સમાપ્ત થઈ ગયો છે. આ વખતે ટી20 વર્લ્ડ કપ 2 જૂનથી 29 જૂન સુધી વેસ્ટ ઈન્ડિઝ અને USAમાં રમાયો હતો. કેન્સિંગ્ટન ઓવલ ખાતે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ફાઈનલ મેચ યોજાઈ હતી, જેમાં ભારતીય ટીમે 7 રનથી યાદગાર વિજય મેળવ્યો હતો. T20 વર્લ્ડ કપ જીતનાર ભારતીય ટીમ તો માલામાલ બની ગઈ છે. તો બીજી બાજુ રનર અપ સાઉથ આફ્રિકાની ટીમ પર પણ પૈસાનો વરસાદ થયો છે. ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ આ મેગા ઈવેન્ટ માટે પહેલા જ પ્રાઈઝ મનીની જાહેરાત કરી દીધી હતી. T20 વર્લ્ડ કપ 2024 માટે કુલ 11.25 મિલિયન ડોલર (અંદાજે રૂ. 93.51 કરોડ રૂપિયા)ની ઈનામી રકમ (પ્રાઈઝ મની) નક્કી કરવામાં આવી હતી.

જાણો કોને કેટલા રૂપિયા મળ્યા

T20 વર્લ્ડ કપ 2024 જીતનાર ભારતીય ટીમને અંદાજે રૂ. 20.36 કરોડ (2.45 મિલિયન ડોલર) મળ્યા. T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં પ્રથમ વખત વિજેતા ટીમને આટલી રકમ મળી છે. જ્યારે ફાઈનલમાં હારેલી ટીમ એટલે કે રનર અપ ટીમ સાઉથ આફ્રિકાને લગભગ 10.64 કરોડ રૂપિયા(1.28 મિલિયન ડોલર) મળ્યા. જ્યારે સેમિફાઈનલમાં પહોંચનારી અન્ય બે ટીમો ઓફઘાનિસ્તાન અને ઈંગ્લેન્ડને એક સરખા લગભગ 6.54 કરોડ રૂપિયા  જેટલી જ રકમ આપવામાં આવી હતી. આ વખતે T20 વર્લ્ડ કપમાં 20 ટીમો ભાગ લઈ રહી હતી. ICC દ્વારા દરેક ટીમને અમુક રકમ આપવામાં આવી હતી. જે ટીમો સુપર-8 (બીજા રાઉન્ડ)થી આગળ વધી શકી ન હતી તે દરેકને 3,82,500 ડોલર (અંદાજે રૂ. 3.17 કરોડ) મળ્યા. જ્યારે નવમાથી બારમા સ્થાને રહેલી દરેક ટીમને 247,500 ડોલર (લગભગ 2.05 કરોડ) મળ્યા. જ્યારે 13માથી 20મા ક્રમે રહેલી દરેક ટીમને 225,000 ડોલર (અંદાજે રૂ. 1.87 કરોડ) મળ્યા. 


T-20 વર્લ્ડ કપ 2024ની પ્રાઈઝ મની

-  વિજેતા (ભારત): આશરે રૂ. 20.36 કરોડ
- રનર-અપ (સાઉથ આફ્રિકા): રૂ. 10.64 કરોડ
- સેમીફાઈનલિસ્ટ: રૂ. 6.54 કરોડ
- બીજા રાઉન્ડથી બહાર થનાર: રૂ. 3.17 કરોડ
- 9થી 12મા ક્રમે રહેલી ટીમોઃ રૂ. 2.05 કરોડ
- 13થી 20મા ક્રમે રહેલી ટીમોઃ રૂ. 1.87 કરોડ
- રાઉન્ડ 1 અને રાઉન્ડ 2 માં જીત: રૂ. 25.89 લાખ

આ પણ વાંચો

ADVERTISEMENT

ક્યાં-ક્યા રમાઈ મેચ?


તમને જણાવી દઈએ કે આ વખતે T20 વર્લ્ડ કપની મેચો 9 મેદાન પર યોજાઈ હતી. જેમાંથી 6 વેસ્ટ ઈન્ડિઝમાં અને 3 અમેરિકામાં હતા. વેસ્ટ ઈન્ડિઝમાં, એન્ટિગુઆ, બાર્બાડોસ, ગુયાના, સેન્ટ લુસિયા, સેન્ટ વિન્સેન્ટ અને ગ્રેનેડાઈન્સ તેમજ ત્રિનિદાદમાં મેચો યોજાઈ હતી. જ્યારે અમેરિકાના ફ્લોરિડા, ન્યુયોર્ક અને ટેક્સાસમાં મેચ રમાઈ હતી.

    follow whatsapp

    ADVERTISEMENT