Ravindra Jadeja Announces Retirement: કોહલી, શર્મા બાદ હવે જાડેજાએ લીધી નિવૃત્તિ, સોશિયલ મીડિયા પર શેર કરી ભાવુક પોસ્ટ
Ravindra Jadeja Announces Retirement: ભારતીય ટીમે T-20 વર્લ્ડ કપ જીત્યા બાદ ફેન્સ માટે એક પછી એક દિલધડક સમાચાર આવી રહ્યા છે.
ADVERTISEMENT
Ravindra Jadeja Announces Retirement: ભારતીય ટીમે T-20 વર્લ્ડ કપ જીત્યા બાદ ફેન્સ માટે એક પછી એક દિલધડક સમાચાર આવી રહ્યા છે. કેપ્ટન રોહિત શર્મા અને કિંગ કોહલી બાદ હવે રવિન્દ્ર જાડેજાએ પણ ઈન્ટરનેશનલ T20 ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. રવિન્દ્ર જાડેજાએ પોતે ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં આ માહિતી આપી છે.
15 વર્ષની T20 કારકિર્દીને અલવિદા કહ્યું
જાડેજાએ 10 ફેબ્રુઆરી 2009ના રોજ T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. તેણે પોતાની પ્રથમ મેચ શ્રીલંકા સામે કોલંબોમાં રમી હતી. પોતાની ડેબ્યૂ ટી20માં જાડેજાએ 4 ઓવરમાં 29 રન આપીને કોઈ વિકેટ લીધી ન હતી. જ્યારે બેટથી 7 બોલમાં 5 રન બનાવ્યા હતા. જાડેજાએ ટી20 વર્લ્ડ કપ 2024ની છેલ્લી મેચ રમી હતી. આ મેચમાં જાડેજાએ બેટથી 2 રન બનાવ્યા હતા. જ્યારે બોલિંગમાં પણ તે 12 રન આપીને કોઈ વિકેટ લઈ શક્યો નહોતો. એટલે કે તેની ડેબ્યૂ અને છેલ્લી મેચ લગભગ સમાન રહી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT