દિગ્ગજ બેટ્સમેને અચાનક કેપ્ટનશીપ છોડી અને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ પણ ઠુકરાવ્યો, ક્રિકેટ બોર્ડે કરી પુષ્ટિ

ADVERTISEMENT

Kane Williamson
કેન વિલિયમસન
social share
google news

Kane Williamson steps down : ન્યુઝીલેન્ડ સુપર-8માં ચૂકી ગયા બાદ કેન વિલિયમસને કેપ્ટન પદેથી રાજીનામું આપી દીધું છે અને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ પણ ફગાવી દીધો છે. તેના આ નિર્ણયે સૌને ચોંકાવ્યા છે. આવી સ્થિતિમાં સવાલો ઉઠી રહ્યા છે કે તે ટૂંક સમયમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ શકે છે? આ સ્ટાર બેટ્સમેને પહેલા જ ટેસ્ટ ટીમની કેપ્ટનશીપ છોડી દીધી છે. આશ્ચર્યની વાત એ છે કે વિલિયમસન સિવાય લોકી ફર્ગ્યુસને પણ ન્યૂઝીલેન્ડ ક્રિકેટ બોર્ડ પાસેથી સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ લેવાની ના પાડી દીધી છે.

ક્રિકેટ બોર્ડે કરી પુષ્ટિ

ન્યુઝીલેન્ડ ક્રિકેટ બોર્ડે તેની સત્તાવાર વેબસાઈટ દ્વારા આ માહિતી આપી છે. એવું કહેવામાં આવ્યું હતું કે, વિલિયમસને પોતાની રમત પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે આ નિર્ણય લીધો છે. ન્યુઝીલેન્ડ માટે 350 થી વધુ આંતરરાષ્ટ્રીય મેચ રમી ચુકેલા વિલિયમસનનો આ નિર્ણય T20 World Cup 2024માં બ્લેકકેપ્સના નિરાશાજનક પ્રદર્શન બાદ આવ્યો છે. કિવી ટીમ ગ્રુપ સ્ટેજમાં વેસ્ટ ઈન્ડિઝ અને અફઘાનિસ્તાન સામે હારીને ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ હતી.

વિલિયમસને તેના નિર્ણય વિશે શું કહ્યું?

વિલિયમસને કહ્યું કે, 'તેના નિર્ણયનો અર્થ એવો ન કરવો જોઈએ કે તેણે હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં રસ નથી. પોતાની રમત પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે આ નિર્ણય લીધો છે. હું ભવિષ્યમાં સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ સ્વીકારવા તૈયાર છું. ટીમને તમામ ફોર્મેટમાં વિકાસ કરવામાં મદદ કરવી એ મારા માટે ખુબ જુસ્સાવાળું છે અને હું તેમાં યોગદાન આપવા માંગુ છું.'

આ પણ વાંચો

ADVERTISEMENT

વિલિયમસને કહ્યું કે, 'આ સમયે તે પોતાના પરિવાર સાથે વધુ સમય પસાર કરવા માંગે છે. ન્યુઝીલેન્ડ માટે રમવું એ એક સૌભાગ્યની વાત છે અને ટીમ માટે સારું પ્રદર્શન કરવું એ હંમેશા મારી પ્રાથમિકતા રહી છે. જો કે, ક્રિકેટની બહાર મારા જીવનમાં જે બદલાવ આવ્યો છે તે મારા પરિવાર સાથે વધુ સમય વિતાવવો અને દેશ-વિદેશમાં તેમની સાથે અનુભવોનો આનંદ માણવો છે. મારા માટે આનંદ કરવો વધુ મહત્વપૂર્ણ છે.'

કેન વિલિયમસનની કારકિર્દી

આ વર્ષની શરૂઆતમાં પોતાની 100મી ટેસ્ટ રમનાર વિલિયમસને અત્યાર સુધીમાં ન્યૂઝીલેન્ડ માટે 165 વનડે અને 93 ટી20 મેચ રમી છે. તેણે 40 ટેસ્ટ, 91 ODI અને 75 T20 મેચોમાં ન્યૂઝીલેન્ડનું નેતૃત્વ કર્યું, જેમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2021 (જે તેઓ જીતી ગયા), ODI વર્લ્ડ કપ 2019 (જે તેઓ સુપર ઓવરમાં હારી ગયા) અને T20 વર્લ્ડ કપ 2021 (જેમાં તેઓ ઓસ્ટ્રેલિયા સામે હારી ગયા હતા).

ADVERTISEMENT

લોકી ફર્ગ્યુસને ઇતિહાસ રચ્યો

ઝડપી બોલર લોકી ફર્ગ્યુસને કિવી ટીમ માટે એક ટેસ્ટ, 65 વનડે અને 42 ટી-20 મેચ રમી છે. તેમણે કેન્દ્રીય કરાર સ્વીકારવાનો પણ ઇનકાર કરી દીધો છે. 33 વર્ષીય બોલરે પાપુઆ ન્યુ ગિની (PNG) સામે શાનદાર પ્રદર્શન કર્યું અને ત્રણ વિકેટ લીધી. રસપ્રદ વાત એ છે કે, ફર્ગ્યુસને તેની ચાર ઓવરના સ્પેલમાં એક પણ રન ન આપ્યો, જે પોતે જ એક રેકોર્ડ છે. ફર્ગ્યુસન T20 વર્લ્ડ કપના ઇતિહાસમાં સતત ચાર મેડન ઓવર ફેંકનાર પ્રથમ બોલર બન્યો.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT