ગુજરાતમાં અધિકારીઓની બદલીની મોસમ: એક સાથે 93 નાયબ મામલતદારોની બદલી, 2 અધિકારીની બઢતી

ADVERTISEMENT

Transfer of Officers
અધિકારીઓની બદલી અને બઢતી
social share
google news

લોકસભાની ચૂંટણી બાદ ગુજરાતમાં મોટાપાયે બદલીઓ થઈ રહી છે. પહેલા પોલીસ કર્મચારીઓ ત્યાર બાદ નાયબ મામલતદાર અને હવે GAS(ગુજરાત એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ) કેડરના અધિકારીઓની બઢતી, બદલી અને નિયુક્તિના આદેશ આપવામાં આવ્યા છે. જેમાં ગુજરાત સરકારે GAS કેડરના એક જુનિયર સ્કેલના એક અધિકારીને પોસ્ટિંગ અને જુનિયર સ્કેલના 2 મામલતદારને ડેપ્યુટી કલેક્ટર તરીકે બઢતી આપી છે. 

ડી.જે જાડેજા અને આર.એસ હુંનેને ડેપ્યુટી કલેક્ટર બનાવાયા


ચર્ચિત અધિકારી ચિંતન વૈષ્ણવની સિપુ પ્રોજેક્ટ (પાલનપુર)માં જમીન અધિગ્રહણ અને પુનર્વસનના ડેપ્યુટી કલેક્ટર તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. તો  સુરત શહેર-કતારગામ મામલતદાર આર.એસ.હુંનેને  ડેપ્યુટી કલેક્ટર(ડિઝાસ્ટર મેનેજમેન્ટ, ડાયરેક્ટર ઓફ રિલીફ, ગાંધીનગર) બનાવવામાં આવ્યા છે. જૂનાગઢ જિલ્લાના વંથલીના મામલતદાર ડી.જે જાડેજાને નર્મદા જિલ્લાના ડેપ્યુટી કલેક્ટર(સ્ટેમ્પ ડ્યુટી) બનાવવામાં આવ્યા છે. 

વડોદરા અને ખેડામાં મોટાપાયે બદલી

આપને જણાવી દઈએ કે, વડોદરા અને ખેડા જિલ્લામાં પણ મોટાપાયે બદલી કરવામાં આવી છે. વડોદરા કલેક્ટરે 13 નાયબ મામતદારોની બદલી કરી છે. તો ખેડા જિલ્લાના 80 નાયબ મામલતદારોની બદલી કરવામાં આવી છે. 

આ પણ વાંચો

ADVERTISEMENT

ધારાસભ્ય યોગેશ પટેલે કર્યા હતા આક્ષેપો

અત્રે ઉલ્લેખયની છે કે, વડોદરાના ભાજપના સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલે ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા હતા. આ મામલે ધારાસભ્ય યોગેશ પટેલે વડોદરા જિલ્લા કલેક્ટરને લખી તપાસની માગ કરી હતી. ત્યારે હવે યોગેશ પટેલના સ્ફોટક આક્ષેપો બાદ કલેકટરે કાર્યવાહી કરતાં 13 નાયબ મમલતદારોની બદલી કરી છે, જેમાં કલેકટર અને આર.એ.સીના પી.એ પણ સામેલ છે.

    follow whatsapp

    ADVERTISEMENT