રાજુ સોલંકીએ જયરાજસિંહ જાડેજાને આપી ચેલેન્જ, કહ્યું- 'એક અઠવાડિયું ગોંડલ ગણેશ...'

ADVERTISEMENT

Raju Solanki and jayrajisinh
રાજુ સોલંકી અને જયરાજસિંહ જાડેજા
social share
google news

Ganesh Gondal News : છેલ્લા કેટલાક દિવસોથી ગોંડલના જયરાજસિંહના દીકરા ગણેશ જાડેજાનો મામલો ચર્ચામાં છે. જૂનાગઢના રાજુ સોલંકીના દીકરા અને દલિત યુવાન સંજય સોલંકીનું કથિત રીતે અપહરણ કરીને માર મારવા મામલે ગણેશ જાડેજા સહિત તેના સાગરીતોની ધરપકડ કરીને જેલ ભેગા કરવામાં આવ્યા છે. એક તરફ કાયદાકીય કાર્યવાહી ચાલી રહી છે ત્યારે બીજી તરફ અનુસૂચિત જાતિનાં લોકોમાં રોષ યથાવત્ જોવા મળી રહ્યો છે. તેમણે આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. આજે અનુસૂચિત જાતિ દ્વારા જૂનાગઢથી ગોંડલ સુધી બાઈક રેલી યોજી હતી. ત્યારબાદ આજે ગોંડલમાં અનુસૂચિત જાતિની પ્રતિકાર મહાસંમેલન યોજાયું. બીજી તરફ આજે ગોંડલ શહેર સજ્જડ બંધ રહ્યું હતું.

જયરાજસિંહ અને મારું DNA એક જ છે : રાજુ સોલંકી

આ મહાસંમેલન પૂર્ણ થયા બાદ દલિત સમાજના પ્રમુખ અને ભોગ બનનાર સંજય સોલંકીના પિતા રાજુ સોલંકીએ મોટું નિવેદન આપ્યું હતું. રાજુ સોલંકીએ કહ્યું હતું કે, મારા બાપાના દાદા ગરાશીયા હતા. તેમને સાત પત્ની હતી. મારા દાદાને ચાર અને મારે બે. સમજાય છે ને. અમારી દસમી પેઢીએ બાપ એક જ છે. સોલંકી, મકવાણા, પરમાર, ચૌહાણ અમે તમારા ભાઈઓ છીએ. અમે વટલાયેલા છીએ. જયરાજસિંહ અને મારું DNA એક જ છે. રાજુ સોલંકી અને જયરાજસિંહનું DNA ચેક કરો, જો એક જ ન નીકળે તો તમારું ખાસડું અને મારું માથું.

આ પણ વાંચો:- Jayrajsinh Jadeja આખરે દલિતકાંડ મામલે ખુલીને બોલ્યા, મીડિયા પર કર્યો કટાક્ષ!

રાજુ સોલંકીએ જયરાજસિંહ જાડેજાને આપી ચેલેન્જ

જૂનાગઢના બનાવને લઈને મુખ્ય ફરિયાદી રાજુ સોલંકીએ જયરાજસિંહ જાડેજાને ચેલેન્જ આપતા કહ્યું હતું કે, 'જો જયરાજસિંહ અને તેનો દીકરો ગણેશ એક અઠવાડિયું ગોંડલની બજારમાં એકલા ફરી બતાવે તો હું સમાધાન કરી લઈશ. જયરાજસિંહ એવું કહે છે કે તેમનો દિકરો ગણેશ સેવાભાવી છે અને હું પૂર્વ ધારાસભ્ય છું. તો તમે પૂર્વ ધારાસભ્ય હોવ અને સેવાભાવી માણસ હોવ તો તમારે બોર્ડિગાર્ડ રાખવાની જરૂર શું છે? ગોંડલની બજારમાં એકલા રખડો તો ખબર પડે કે તમે કેવા સેવાભાવી છો અને તમારી કેવી લોકચાહના છે.'

ADVERTISEMENT

હા મારા પર ગુના છે, તો જયરાજસિંહ પર 302ના કેસ : રાજુ સોલંકી

રાજુ સોલંકીએ પોતાના પર થયેલી ફરિયાદો અંગે વાત કરતા કહ્યું કે, 'હું જાહેર જીવનનો માણસ છું. મારી પાસે મોટાભાગના જાહેર ભંગના ગુના છે. હા મારા પર ગુના છે, પરંતુ જયરાજસિંહ પર 302ના કેસ ચાલે છે. તેઓ અપીલ પર છે. તે ક્યાં દૂધના ધોયેલા છે.

'તમારું ઘર, તમારું ગામ... રાજુ સોલંકી આવ્યો છે'

આ સાથે જયરાજસિંહ જાડેજાને ચેલેન્જ આપી હતી કે, જયરાજસિંહ વાંરવાર બાધને ચેલેન્જ આપતા હોય છે ને તમારું ઘર, તમારું ગામ, તમારું ઠેકાણું, તમારો ટાઈમ અને મારી ગાડી. તો તેને ચેલેન્જ આપવા આવ્યો છું કે તામારું ગામ, તામારું ટાઈમ, તમારું ઘર રાજુ સોલંકી તમારા ગામનું પાણી પીવા માટે આવ્યો છે.

ADVERTISEMENT

ગીતાબાના રાજીનામાંની માગ

ફરિયાદી રાજુ સોલંકીએ કલમ 120P હેઠળ જયરાજસિંહની ધરપકડ કરવાની માગ કરી હતી. આ સાથે રાજુ સોલંકીએ કહ્યું હતું કે, 'હવે પછીનું આમારું જે આંદોલન સરકાર ધારાસભ્ય ગીતાબાનું રાજીનામું આપે તે માટેનું હશે. હવે બે દિવસ પછી સૌરાષ્ટ્ર અને ગુજરાતભરના અમારી સમાજના આગેવાનો એકઠાં થઈશું અને આગામી આયોજન અંગે ચર્ચા કરીશું.'

ADVERTISEMENT

દલિત સમાજની પોલીસ પાસે વધુ ચાર માગ

1. મૂળ FIRમાં ઉમેરો કરવો, ગુનાહિત કાવતરામાં 120બીની કલમ ઉમેરવી
2. સ્પેશિયલ પીપીની નિમણૂક કરવી
3. આ કેસ ફાસ્ટ ટ્રેકમાં લઇ છ મહિના કે વર્ષમાં ચલાવી દેવો
4. વીડિયો ક્લિપમાં બોલનાર સિધ્ધરાજસિંહ ઝાલા વિરુદ્ધ નક્કર પગલા લેવા

    follow whatsapp

    ADVERTISEMENT