'મારા જ ગુરુ મોટા આ વાત ન કરવી...', સ્વામિનારાયણ સંપ્રદાય અંગે ભાઈ શ્રી અને મોરારી બાપુનો કટાક્ષ

Gujarat Tak

ADVERTISEMENT

Sant Sammelan Rajkot
સંત સંમેલન - રાજકોટ
social share
google news

Sant Sammelan Rajkot : સનાતન ધર્મની રક્ષા કાજે ફરી સંતો મેદાને આવ્યા છે. રાજકોટના ત્રંબા ગામે આજે (11 જૂન) સનાતન ધર્મ સંત સંગોષ્ટી યોજાઈ હતી. જેમાં સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા ધાર્મિક પુસ્તકોમાં હિન્દૂ દેવી-દેવતાઓને ખોટી રીતે દર્શાવવામાં આવ્યા છે અને સનાતન ધર્મ અંગે ટિપ્પણી કરવામાં આવી રહી છે.  જેને લઈને ત્રીજું મહાસંમલન યોજાયું છે. 

આ સંત સંમેલનમાં દ્વારકાના પીઠાધીશ્વર જગતગુરુ શંકરાચાર્ય, કથાકાર મોરારી બાપુ, રમેશભાઈ ઓઝા, ચારપડાના સંત મુક્તાનંદ બાપુ, જૂનાગઢના મહંત યોગીપીઠ  શેરનાથ બાપુ, મહામંડલેશ્વર ઇન્દ્રભારતી બાપુ, વલકુ બાપુ, શ્રીનિર્મળાબા સહિતના સંતો-મહંતો અને કથાકારો ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ ગુજરાતભરમાંથી 2 હજાર જેટલા સાધુ-સંતો એકઠા થયા હતા. આ સંમેલનમાં ધર્માંતરણ, દેવી-દેવતા વિશે પુસ્તકોમાં કરવામાં આવેલા ખોટા અવલોકનો સામે રણનીતિ તૈયાર કરાઈ. સાથે જ સમાજને એક કરીને સનાતન ધર્મને આગળ લાવવા પર ચર્ચા કરાઈ. 

સંતોએ તૈયારી કરી સનાતન કમિટી

સનાતન ધર્મ સેવા સંસ્થાન ટ્રસ્ટના ગુજરાતના અધ્યક્ષ શેરનાથ બાપુને બનાવાયા છે. જ્યારે દુધરેજના મહંત કનિરામ બાપુને કાર્યકારી અધ્યક્ષ બનાવાયા છે. લલિતકિશોર મહારાજની મહામંત્રી તરીકે નિયુક્તિ કરાઈ છે. જ્યારે દિલીપદાસજી બાપુ, મહેશગિરી બાપુ, નિર્મળબા, હરિહરાનંદ ભારતી, ઇન્દ્રભારતી બાપુ, સતાધારના વિજય બાપુ, કરશનદાસ બાપુ, દુર્ગાદાસજી મહારાજ, તોરણીયાના રાજેન્દ્રદાસજી મહારાજ, અવરકિશોરદાસજી મહારાજ, રાજપીપળાના મહંત, ભરતકિશોરજી મહારાજ, જલારામ વિરપુરના રઘુરામ બાપા, નિજાનંદ સ્વામી, મોરારિ બાપુ અને રમેશભાઇ ઓઝા સભ્ય તરીકે કમિટીમાં જોડાયા છે. કમિટીમાં સ્વામિનારાયણ સંપ્રદાયના એસપી સ્વામી પણ સભ્ય તરીકે જોડાયા છે.

ADVERTISEMENT

સનાતન ધર્મનો નાશ કરી શકે તેવી કોઇની તાકાત નથીઃ મોરારી બાપુ

કથાકાર મોરારી બાપુએ સ્વામિનારાયણ સંપ્રદાયને આડેહાથ લેતા કહ્યું હતું કે, 'અમે બેઠા બેઠા બોલ્યા એટલે જ કેટલાક લોકો ઉભા થયા છે, એટલે અમે અમારેય ઉભું થવું પડશે. ધર્મનું બખ્તર પહેરીને કેટલાક લોકો અધર્મ પોષી રહ્યા છે. તેને બંધ કરવાનો છે. સનાતન ધર્મ પર ધૂળ ચડી ગઇ છે. બહાર ફરવા ગયા અને બારીઓ ખુલ્લી ન રાખી એટલે આવું થયું છે. જોકે સનાતન ધર્મનો નાશ કરી શકે તેવી કોઇની તાકાત નથી.'

આ સંમેલન ધર્મની સેવા માટેનું છે : મોરારી બાપુ

મોરારી બાપુએ વધુમાં કહ્યું હતું કે, 'અમે રખડુ માણસ છીએ, એક પછી એક કથામાં જઈએ છીએ. અમે કોઈ બેઠકમાં હાજર ન રહીએ તો ઉદાર દિલે માફ કરજો. જગદગુરુ આદિ શંકરાચાર્ય પંચ દેવની ઉપાસના અને સ્થાપના આપણા હૃદયમાં કરવાની છે. આ સંમેલન ધર્મની સેવા માટેનું છે, સનાતન ધર્મ જે આજ્ઞા કરે તે પ્રમાણે સેવામાં રત રહેવું જોઈએ.'

ADVERTISEMENT

શિવ, રામ અને કૃષ્ણ સનાતન છે તેનો કોઈ નાશ કરી શકે નહીંઃ મોરારી બાપુ

મોરારિ બાપુએ કહ્યું હતું કે, ભગવાન રામ, કૃષ્ણ, શિવ, સૂર્ય, ગણેશ, હનુમાનજી, ભગવાન વ્યાસ સનાતન છે, તેનો નાશ કોઈ નહીં કરી શકે. વ્યાસપીઠો સંતોની સાથે જ છે.'

ADVERTISEMENT

મારા જ ગુરુ મોટા આ વાત ન કરવી જોઈએ : રમેશભાઈ ઓઝા

ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાએ સ્વામિનારાયણ સંપ્રદાયનું નામ લીધા વિના આડેહાથ લીધા હતા. તેમણે કહ્યું હતું કે,'જે શબ્દ પ્રયોગો થાય ત્યાં તકલીફ છે, બીજાને નીચા પાડવામા આવે છે તે ન થાય તેટલા માટે સૌ સંપીને રહો તે સનાતન ધર્મની સેવા છે. સાધુનું કામ બ્રેઇન વોશ કરવાનું નથી, હાર્ટ વોશ કરવાનું છે. ગંગાના ઘાટ હોય છે, ઘાટની ગંગા ન હોય. હું જ મોટો, મારા જ ગુરુ મોટા આ વાત ન કરવી જોઈએ. ઘાટ પરથી જો ગંગા જતી રહે તો ઘાટ સુના થઈ જાય. એટલે સનાતન સાથે જોડાયેલા રહો.'

ધર્મની રક્ષા થકી આપણી રક્ષા સંભવ છે : રમેશભાઈ ઓઝા

રમેશભાઈ ઓઝાએ વધુમાં કહ્યું હતું કે, 'ભગવાન શંકરાચાર્યએ આપેલું નિયુક્તિ સર્ટિફિકેટ એ જવાબદારી છે. વ્યાસપીઠ ઉપર જવું એ આરામની જગ્યા છે. સૌ પ્રથમ પોતે પોતાના ધર્મ, કર્તવ્યનુ પાલન કરવું જોઈએ. ધર્મ નબળો નથી, ધર્મની રક્ષા થકી આપણી રક્ષા સંભવ છે, ક્યાંક સનાતનને હાનિ પહોંચે છે તે હકીકત છે, બાજુવાળો ઠોસા મારે ત્યારે કહેવું પડે કે તમારી આ વ્હાલ કરવાની રીત અમને ગમતી નથી. સનાતનની ગંગાની સમીપ રહો. ગંગાનું રક્ષણ થવું જોઇએ.'

હિંદુઓનું ધર્માંતરણ કરવાનું મોટું ષડયંત્ર ચાલી રહ્યું છે : ચૈતન્ય શંભુ મહારાજ

પૂજ્ય ચૈતન્ય શંભુ મહારાજે કહ્યું હતું કે, 'દેશમાં હિંદુઓનું ધર્માંતરણ કરવામાં આવી રહ્યું છે. દેશમાં ફરી સનાતન ધર્મનો પ્રચાર થાય અને હિન્દુઓનું ધર્માંતરણ અટકાવવામાં આવશે. જગતગુરૂ શંકરાચાર્ય સદાનંદ સરસ્વતી મહારાજ આદિવાસી વિસ્તારોમાં જવાનો નિર્ણય કર્યો છે. બે વખત આદિવાસી વિસ્તારોમાં તેમણે પ્રવાસ પણ કર્યો છે. દિવાસી વિસ્તારોમાં થતું ધર્માંતરણ રોકવાના પ્રયાસો કરવામાં આવી રહ્યો છે. દેશમાં હિંદુઓનું ધર્માંતરણ કરવાનું મોટું ષડયંત્ર ચાલી રહ્યું છે. બે દિવસ પહેલા જ હિંદુઓની યાત્રાળુઓની બસ પર જમ્મુમાં આંતકવાદી હુમલો થયો. આ હુમલાની ઘટનાને સખ્ત શબ્દોમાં વખોડીએ છીએ.'

અયોધ્યાના પરિણામે ઘણું બધું કહી દીધું: નિજાનંદ સ્વામી

પૂજ્ય નિજાનંદ સ્વામીએ કહ્યું હતું કે, 'હવે સનાતન ધર્મને એક કરવાનો સમય છે, અયોધ્યાના પરિણામે ઘણું બધું કહી દીધું છે.'

આદિવાસી વિસ્તારોમાં જવાનો નિર્ણય કરાયો છે : દિલીપદાસજી

મહંત દિલીપદાસજી બાપુએ કહ્યું હતું કે, 'દેશમાં ફરી સનાતન ધર્મનો પ્રચાર થાય અને હિન્દુઓનું ધર્માંતરણ અટકાવવામાં આવશે. જગતગુરૂ શંકરાચાર્ય સદાનંદ સરસ્વતી મહારાજ આદિવાસી વિસ્તારોમાં જવાનો નિર્ણય કર્યો છે. બે વખત આદિવાસી વિસ્તારોમાં તેમણે પ્રવાસ પણ કર્યો છે. આદિવાસી વિસ્તારોમાં થતું ધર્માંતરણ રોકવાના પ્રયાસો કરવામાં આવી રહ્યો છે. દેશમાં હિંદુઓનું ધર્માંતરણ કરવાનું મોટું ષડયંત્ર ચાલી રહ્યું છે. બે દિવસ પહેલા જ હિંદુઓની યાત્રાળુઓની બસ પર જમ્મુમાં આંતકવાદી હુમલો થયો. આ હુમલાની ઘટનાને સખ્ત શબ્દોમાં વખોડીએ છીએ.'

સંતોએ ઘડી મોટી રણનીતિ

ચાપરડાના મુક્તાનંદ બાપુએ કહ્યું હતું કે, 'આજની ધર્મસભામાં દ્વારકા પીઠાધિશ્વર જગદગુરુ શંકરાચાર્ય અહીં ઉપસ્થિત રહ્યા છે. સનાતન ધર્મ સંત સમિતિનું દિલ્હીમાં મુખ્ય કાર્યાલય છે. બાદમાં રાજ્યવાર પ્રમુખો અને કાર્યકારી પ્રમુખોની નિમણૂંક કરવામાં આવશે. આ ટ્રસ્ટથી સનાતન ધર્મના દેવાલયોની સુરક્ષા કરવામાં આવશે. અમે ગામે ગામે યજ્ઞ કરી લોકોને આ સંગઠનમાં જોડીશું. સંતો દ્વારે દ્વારે સમાજ ઉપયોગી કામગીરી કરશે. ગુજરાતના પેથાપુરમાં આ સંગઠનનું કાર્યાલય શરૂ થશે.'

 

ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરો : મુક્તાનંદ બાપુ

મુક્તાનંદ બાપુએ કહ્યું હતું કે, 'ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માગ છે. સંસ્કૃતના વિદ્યાલયો ખોલવા માટે કામ કરાશે. વેદાંત યુનિવર્સિટી સ્થાપિત કરવાનો મુદ્દો મુકવામાં આવ્યો છે. યુવક-યુવતી ભણે અને સાધુ બને અને મઠની રચના કરાવામાં આવે. અન્યથા મઠોની પરિસ્થિતિ ખરાબ થશે. કથાકારો, સાહિત્યકારો કે જેમની પાસે ઓડિયન્સ છે તેઓને બોલાવવામાં આવશે.'

અજેન્દ્રપ્રસાદ સ્વામીએ સનાતન ધર્મ ટ્રસ્ટની માંગ સ્વીકારી

રાજકોટમાં યોજાયેલ સનાતન સંત ગોષ્ઠિને લઇને મોટા સમાચાર મળી રહ્યા છે. સંમેલનમાં સ્વામિનારાયણ સંપ્રદાયના એસપી સ્વામી ઉપસ્થિત રહ્યા હતા. વડતાલ સ્વામિનારાયણ ગાદી પીઠના અજેન્દ્રપ્રસાદ સ્વામીએ સનાતન ધર્મ ટ્રસ્ટની માંગ સ્વીકારી. લેખિતમાં આ સનાતન ધર્મની તમામ માંગણીએ સ્વીકારીએ છીએ. મૂળ સંપ્રદાય દ્રારા કોઇ પુસ્તકોમાં દેવી દેવતાઓનું અપમાન હોય તો તેને દૂર કરવામાં આવશે. મૂળ સંપ્રદાયના કોઇ સંતો ભવિષ્યમાં દેવી દેવતાની કોઇ અપમાનજનક ટિપ્પણી નહિ કરવામાં આવે. મૂળ સંપ્રદાયના કોઇ સાહિત્યમાં દેવી દેવતાઓનું અપમાનજનક લખાણ લખાયું નથી. મૂળ સંપ્રદાયમાંથી છુટા પડેલા સંપ્રદાયે લખાણ કર્યા છે. દેવી દેવતાનું અપમાન કરતા લોકો સામે કાર્યવાહી થવી જોઇએ. આ માટે અમે પણ સનાતન ટ્રસ્ટની સાથે છીએ.

આ પણ વાંચો -  'અમે ગામે ગામે જઈને...', રાજકોટના સનાતન સંત સંમેલનમાં ઘડાઇ મોટી રણનીતિ

    follow whatsapp

    ADVERTISEMENT