Video: 'અહીંના એક-એક સમાજે મને પ્રેમ કર્યો છે...', Devayat khavad ની આ સીટ પરથી રાજકારણમાં દમદાર એન્ટ્રી?

Gujarat Tak

ADVERTISEMENT

Devayat khavad Dayro
Devayat khavad Dayro
social share
google news

Devayat khavad Dayro: ગુજરાતના રાજકારણમાં સાહિત્ય જગતના અનેક કલાકારો સક્રિય જોવા મળે છે. તો એવામાં આ યાદીમાં વધુ એક નામ દેવાયત ખવડનું જોવા મળી શકે છે. એનું કારણ એવું છે કે હાલમાં જ એક ડાયરામાં તેમણે ચૂંટણી લડવાની ઈચ્છા પ્રગટ કરી હતી. 

દેવાયત ખવડ આ સીટ પરથી લડશે ચૂંટણી

બનાસકાંઠામાં યોજાયેલ એક ડાયરામાં ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરતાં દેવાયત ખવડે કહ્યું કે, ન કરે નારાયણને મને ટિકિટ મળી જાય તો બનાસકાંઠાની પ્રજા માને જિતાડી દે એમ છે, એટલો મને આ બનાસે પ્રેમ આપ્યો છે. અહીંના એક-એક સમાજે મને પ્રેમ કર્યો છે. આ રીતે બોલતા તેમણે ડાયરામાં બનાસકાંઠાવાસીઓના પ્રેમ વિશે વાત કરતાં પોતાની ચૂંટણી લડવાની ઝીણી-ઝીણી ઈચ્છા વ્યક્ત કરી હતી. 

શા માટે ચર્ચાએ જોર પકડયું?

મહત્વની વાત એ છે કે, આ વખતે લોકસભાની ચૂંટણીમાં બનાસકાંઠા બેઠક પરથી સાંસદ તરીકે ગેનીબેન ઠાકોર (Banaskantha MP Geniben Thakor)ની જીત થઈ છે. જે ગુરુવારે ધારાસભ્ય પદેથી રાજીનામું (resign from MLA post) આપશે. ગુરુવારે બપોરે 11 વાગ્યે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને (Shankar Chaudhry) ગેનીબેન ઠાકોર રાજીનામું સોંપશે.  ગેનીબેનનાં રાજીનામા બાદ હવે વાવ વિધાનસભા બેઠક ખાલી થવાને લઈ પેટાચૂંટણી યોજાશે તો હવે સવાલ એવો થઈ છે કે શું ભવિષ્યમાં દેવાયત ખવડ રાજકારણના મેદાનમાં એન્ટ્રી કરશે. આ વીડિયો જોયા બાદ આવું થાય તો પણ કોઈ નવાયની વાત નથી. જોવાનું રહ્યું કે રાજકારણમાં જો આવશે તો કઈ પાર્ટી તેને ટિકિટ આપી શકે છે.   

ADVERTISEMENT


 

    follow whatsapp

    ADVERTISEMENT