Vadodara Awas Yojana: આવાસ યોજનાના ખાલી પડેલા મકાનોનો થશે ડ્રો, ફટાફટ અહીંથી કરો અરજી

ADVERTISEMENT

પ્રતિકાત્મક તસવીર
Vadodara Housing Scheme
social share
google news

Vadodara Awas Yojana: વડોદરા મહાનગરપાલિકાના સહયોગથી તૈયાર કરાયેલા પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળના ખાલી પડેલા મકાનોનો ડ્રો કરવાનો છે. આ માટે કોર્પોરેશન દ્વારા જાહેરાત બહાર પાડીને લોકોને ઓનલાઈન અરજી કરવા માટે જણાવાયું છે. પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ જુદી જુદી સ્કીમમાં બનાવાયેલા વિવિધ વિસ્તારના 220 જેટલા મકાનો ખાલી પડ્યા છે. જેને વેચવા માટે જાહેરાત અપાઈ છે.  

કયા વિસ્તારમાં કેટલા મકાન ખાલી છે?

વડોદરા શહેરમાં જુદી જુદી સ્કીમમાં કુલ 220 જેટલા મકાનોનો ડ્રો કરવામાં આવશે. જેમાં સયાજીપુરામાં EWS કેટેગરીના 22 મકાન, તાંદલજામાં 21 મકાનો ખાલી છે. LIG-1 કેટેગરીના 39 મકાન સયાજીપુરામાં, LIG-2 કેટેગરીના 102 મકાન ગોત્રીમાં, 13 મકાન વાસણા વિસ્તારમાં, MIG કેટેગરીના 36 મકાન ખાલી છે જેનો ડ્રો કરવામાં આવશે. 

અરજી કરવા માટે ક્યાંથી ફોર્મ ભરવાનું?

વડોદરા શહેરમાં આવાસ યોજનાના મકાનના ડ્રો માટે અરજી કરવા VMC - Pradhan Mantri Awas Yojana પર જવાનું રહેશે. અરજી કરવાની છેલ્લી તારીખ 27મી જુલાઈ 2024 સાંજે 6 વાગ્યા સુધીની છે. અરજકર્તાએ 1 મહિનામાં ઓનલાઈન ફોર્મ ભરીને પોતાની તમામ વિગતો અપલોડ કરવાની રહેશે. આ અંગે કોઈ પ્રશ્ન કે માર્ગદર્શન માટે રાવપુરા ઓફિસ ખાતે અફોર્ડેબલ હાઉસિંગ વિભાગનો સંપર્ક કરી શકાય છે. 

આ પણ વાંચો

ADVERTISEMENT

કયા વિસ્તારમાં કેટલા મકાન છે અને શું છે કિંમત, જુઓ લિસ્ટ

    follow whatsapp

    ADVERTISEMENT