'Shubman Gill કેપ્ટનશીપ નથી આવડતી, ખબર નહીં તેને કેમ જવાબદારી આપી'

Gujarat Tak

16 Jul 2024 (अपडेटेड: Jul 16 2024 1:51 PM)

Shubman Gill Captainship: ટીમ ઈન્ડિયાના દિગ્ગજ સ્પિનર ​​અમિત મિશ્રાએ શુભમન ગિલને કેપ્ટનશીપ આપવા પર પ્રહારો કર્યા છે. શુભમન ગિલને તાજેતરમાં જ ઝિમ્બાબ્વે સામેની ટી-20 શ્રેણી દરમિયાન ટીમ ઈન્ડિયાનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો.

શુભમન ગિલની તસવીર

Shubman Gill

follow google news

Shubman Gill Captainship: ટીમ ઈન્ડિયાના દિગ્ગજ સ્પિનર ​​અમિત મિશ્રાએ શુભમન ગિલને કેપ્ટનશીપ આપવા પર પ્રહારો કર્યા છે. શુભમન ગિલને તાજેતરમાં જ ઝિમ્બાબ્વે સામેની ટી-20 શ્રેણી દરમિયાન ટીમ ઈન્ડિયાનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. આવી સ્થિતિમાં ગિલે પોતાની જાતને સુકાની તરીકે સાબિત કર્યો અને ભારતને શ્રેણી 4-1થી કબજે કરવામાં મદદ કરી. હાર્દિક પંડ્યાએ ગુજરાત ટાઇટન્સ છોડ્યા બાદ ગિલને આ વર્ષે IPL 2024માં ટીમની કપ્તાની પણ સોંપવામાં આવી હતી. હાર્દિક પંડ્યા મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન બન્યો અને ગિલે ગુજરાતની કેપ્ટનશીપ સંભાળી. પરંતુ IPLમાં ગુજરાતની ટીમ ગિલની કેપ્ટનશીપમાં સંપૂર્ણ ફ્લોપ રહી હતી. ગુજરાતે 14માંથી માત્ર 5 મેચ જીતી હતી અને ટીમ પ્રથમ વખત પ્લેઓફમાં જવાનું ચૂકી ગઈ હતી.

આ પણ વાંચો

શુભમન ગિલ કેપ્ટનશીપ જાણતો નથીઃ અમિત મિશ્રા

દિગ્ગજ સ્પિનરે શુભાંકર મિશ્રાના પોડકાસ્ટ પર શુભમન ગિલની કેપ્ટનશીપ પર સવાલો ઉઠાવ્યા હતા. મિશ્રાએ કહ્યું કે, ઋતુરાજ ગાયકવાડ ગિલ કરતા સારા કેપ્ટન છે. મિશ્રાએ કહ્યું કે, હું શુભમનને કેપ્ટન નહીં બનાવું કારણ કે મેં તેને IPLમાં જોયો છે. તેને કેપ્ટનશીપ કેવી રીતે કરવી તે આવડતું નથી. તેને કેપ્ટનનો વિચાર નથી. મેં તેને આઈપીએલમાં જોયો હતો. ગિલને નથી ખબર કે તેણે કેપ્ટનશીપ કેવી રીતે કરવી.

ગુજરાતની કેપ્ટનશીપમાં ફ્લોપ રહ્યો ગિલ

અમિત મિશ્રાએ વધુમાં કહ્યું કે, માત્ર એટલા માટે કે તે ટીમ ઈન્ડિયાનો ભાગ છે, તેનો અર્થ એ નથી કે તેને કેપ્ટન બનાવવામાં આવે. ગિલે છેલ્લી કેટલીક સિઝનમાં આઈપીએલમાં સારો દેખાવ કર્યો છે. તેણે ભારતીય ટીમ માટે સારું પ્રદર્શન કર્યું છે. ભારતીય ટીમે તેને કેપ્ટન બનાવ્યો કારણ કે તેઓ તેને અનુભવ આપવા માંગે છે. પરંતુ ગુજરાતની કેપ્ટનશીપ દરમિયાન તે સંપૂર્ણ ફ્લોપ રહ્યો હતો.

મિશ્રાએ કહ્યું કે, ભારત પાસે ઘણા એવા ખેલાડીઓ છે જે ટી20 ફોર્મેટ માટે કેપ્ટન બની શકે છે. આમાં સંજુ સેમસન, રિષભ પંત, ઋતુરાજ ગાયકવાડના નામ સામેલ છે. ઝિમ્બાબ્વે સીરીઝ દરમિયાન ગાયકવાડ અને સેમસન પણ ટીમ ઈન્ડિયાનો ભાગ હતા. મિશ્રાએ કહ્યું કે, ગિલ ન તો કેપ્ટનશીપ આવડે છે અને ના તે જાણે છે કે કેપ્ટનશીપ કેવી રીતે કરવી જોઈએ. સૌથી મોટો સવાલ એ છે કે તેને કેપ્ટન કેમ બનાવવામાં આવ્યો.

    follow whatsapp