Video: વડોદરામાં પૂરમાં ફસાયા ગુજ્જુ ક્રિકેટર, NDRFએ મહામહેનતે કર્યું દિલધડક રેસ્ક્યૂ

Vadodara News: ગુજરાતમાં સતત પડી રહેલા મુશળધાર વરસાદના કારણે ઘણા જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદ અને પૂરના કારણે ગુજરાતના 18 જિલ્લાઓ પ્રભાવિત છે. ઘણા જિલ્લાઓમાં સ્થિતિ એટલી બગડી ગઈ છે કે સેનાના જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે.

પૂરમાં ફસાઈ આ મહિલા ક્રિકેટર

Vadodara News

follow google news

Vadodara News: ગુજરાતમાં સતત પડી રહેલા મુશળધાર વરસાદના કારણે ઘણા જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદ અને પૂરના કારણે ગુજરાતના 18 જિલ્લાઓ પ્રભાવિત છે. ઘણા જિલ્લાઓમાં સ્થિતિ એટલી બગડી ગઈ છે કે સેનાના જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. 

વડોદરાની સ્થિતિ ખરાબ 

વડોદરાની વાત કરવામાં આવે તો વડોદરામાં વરસેલા અનરાધાર વરસાદ બાદ શહેરમા છેલ્લાં બે દિવસથી ભયાનક પૂરની પરિસ્થિતિ જોવા મળી રહી છે, જેમાં હજારો પરિવારો ફસાયેલા છે. શહેરભરમાં વિશ્વામિત્રી નદીના પાણી ઘુસી ગયા છે. વિશ્વામિત્રીના પાણી માંજલપુર, વાસણા રોડ, સન ફાર્મા રોડ, તાંદલજા રોડ અને કારેલીબાગની સોસાયટીઓમાં પ્રવેશ્યા છે. 72 કલાકથી પાણી નહીં ઉતરતા હવે શહેર લશ્કરના હવાલે છે.

પાણીમાં ફસાયેલા લોકોનું કરાઈ રહ્યું છે રેસ્કયૂ

શહેરમાં પાલિકા, ફાયર બ્રિગેડ, NDRF, SDRFની ટીમ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે અને પાણીમાં ફસાયેલા લોકોને બહાર કાઢીને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવી રહ્યા છે. આ વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. ભારતીય મહિલા ક્રિકેટ ટીમના સ્ટાર સ્પિનર રાધા યાદવ પણ વડોદરામાં પાણીમાં ફસાઈ ગયા હતા. 

ભારતીય ક્રિકેટર પણ ફસાયા હતા પાણીમાં

રાધા યાદવે જણાવ્યું કે, તેઓ પૂરમાં ખરાબ રીતે ફસાઈ ગયા હતા અને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) દ્વારા તેમને બચાવી લેવામાં આવ્યા હતા. રાધા યાદવે એક વીડિયો શેર કરીને NDRFની ટીમનો આભાર માન્યો છે.  

NDRFનો માન્યો આભાર

રાધા યાદવે લખ્યું છે કે, 'અમે ખૂબ જ ખરાબ પરિસ્થિતિમાં ફસાઈ ગયા હતા. અમને બચાવવા માટે NDRFનો ખૂબ ખૂબ આભાર.' 24 વર્ષીય રાધા યાદવે ભારતીય મહિલા ટીમ માટે 4 વનડે અને 80 T20 મેચ રમી છે. આ દરમિયાન તેમણે કુલ 91 વિકેટ ઝડપી હતી. તેઓની આગામી મહિલા ટી20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમમાં પણ પસંદગી કરવામાં આવી છે. મહિલા T20 વર્લ્ડ કપ 3થી 20 ઓક્ટોબર દરમિયાન દુબઈ અને શારજાહમાં યોજાવાનો છે.

    follow whatsapp