Ashadha Gupt Navratri 2024: ક્યારે શરૂ થશે અષાઢ ગુપ્ત નવરાત્રી? જાણો કળશ સ્થાપનાનું શુભ મુહૂર્ત

Ashadha Gupt Navratri 2024: માઘ અને અષાઢ મહિનામાં મનાવવામાં આવતી નવરાત્રીને ગુપ્ત નવરાત્રી કહેવામાં આવે છે. ગુપ્ત નવરાત્રી 10 મહાવિદ્યાને સમર્પિત છે. આ દરમિયાન માતાજીની ગુપ્ત રીતે પૂજા કરવામાં આવે છે.

Ashadha Gupt Navratri 2024

ક્યારથી થશે શરૂ અષાઢ ગુપ્ત નવરાત્રી?

follow google news

Ashadha Gupt Navratri 2024: માઘ અને અષાઢ મહિનામાં મનાવવામાં આવતી નવરાત્રીને ગુપ્ત નવરાત્રી કહેવામાં આવે છે. ગુપ્ત નવરાત્રી 10 મહાવિદ્યાને સમર્પિત છે. આ દરમિયાન માતાજીની ગુપ્ત રીતે પૂજા કરવામાં આવે છે. 


તાંત્રિક અને અઘોરીઓ માટે ગુપ્ત નવરાત્રી ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે, તેમાં 9 દિવસ સુધી તપ અને સાધના કરનારને દુર્લભ સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. આ વર્ષે અષાઢ મહિનાની ગુપ્ત નવરાત્રિ ક્યારે છે? અહીં જાણી લો તારીખ, તિથિઓ અને કળશ સ્થાપનાનું શુભ મુહૂર્ત.

ક્યારે છે અષાઢ ગુપ્ત નવરાત્રી?

અષાઢ મહિનાની ગુપ્ત નવરાત્રિ 6 જુલાઈ, 2024 શનિવારથી શરૂ થશે અને તેનું સમાપન 15 જુલાઈ, 2024 સોમવારે થશે. ગુપ્ત નવરાત્રિની 10 મહાવિદ્યાઓ માં કાલી, તારા દેવી, ષોડશી, ભુવનેશ્વરી, ભૈરવી, છિન્નમસ્તા, ધૂમાવતી, બગલામુખી, માતંગી અને કમલા દેવીની પૂજા કરવામાં આવે છે.

કળશ સ્થાપનાનું  મુહૂર્ત

અષાઢ મહિનાની પ્રતિપદા તિથિ 6 જુલાઈ, 2024ના રોજ સવારે 04:26 વાગ્યે શરૂ થશે અને તેનું સમાપન 7 જુલાઈ 2024ના રોજ સવારે 04:26 વાગ્યે થશે. 

ઘટસ્થાપન મુહૂર્ત - સવારના 05.29 વાગ્યાથી સવારના 10.07 વાગ્યા સુધી
ઘટસ્થાપન અભિજિત મુહૂર્ત - સવારે 11.58 વાગ્યાથી બપોરના 12.54 વાગ્યા સુધી

ગુપ્ત નવરાત્રીનું મહત્વ

શાસ્ત્રો અનુસાર, આ દિવસોમાં માં દુર્ગાની પૂજા અર્ચના કરવાથી તમામ પ્રકારના દુ:ખ દૂર થઈ જાય છે અને ઘરમાં સુખ-સમૃદ્ધિ બની રહે છે. દરેક યુગમાં નવરાત્રીનું પોતાનું આગવું મહત્વ રહ્યું છે. સત્યયુગમાં ચૈત્ર માસની નવરાત્રીનું વધુ પ્રચલન હતું, જ્યારે ત્રેતાયુગમાં અષાઢ માસની ગુપ્ત નવરાત્રીનું, દ્વાપર યુગમાં માઘ માસની ગુપ્ત નવરાત્રિનું અને કલયુગમાં અશ્વિન અને શારદીય નવરાત્રીને ખૂબ જ ધામધૂમથી મનાવવામાં આવે છે.

    follow whatsapp