July Muhurat 2024: આ વખતે દેવશયની એકાદશી 17 જુલાઇ બુધવારના દિવસે છે. આ દિવસથી ભગવાન વિષ્ણુ 4 મહિના માટે યોગ નિંદ્રામાં જતાં રહેશે, ત્યારેજ ચાતુર્માસની શરૂઆત થઈ જશે. આ દિવતથી 4 મહિના સુધી કોઈ માંગલિક કાર્ય પણ થતાં નથી. તો આવો જાણીએ કે દેવશયની એકાદશી પહેલા માંગલિક પ્રસંગ માટે કેટલા મુહૂર્ત છે. 30 જૂનએ શુક્ર મેષ રાશિમાં ઉદય થશે. જેના પછી વિવાહ જેવા બધા જ શુભ કાર્યોની શરૂઆત થઈ જશે.
ADVERTISEMENT
જુલાઇ માસમાં વિવાહની શુભ તિથિઓ (July Vivah Shubh Dates 2024)
જુલાઈમાં લગ્ન માટે 9 થી 16 જુલાઈ સુધી 8 શુભ મુહૂર્ત રહેશે. જેમાં 9, 10, 11, 12, 13, 14, 15 અને 16 જુલાઈનો સમાવેશ થાય છે. આ પછી, સૂર્ય કર્ક રાશિમાં પ્રવેશતાની સાથે જ 118 દિવસ સુધી લગ્ન વગેરે જેવા શુભ કાર્યો શક્ય બનશે નહીં. ચાતુર્માસના કારણે લગ્ન, ગૃહ પ્રવેશ, મુંડન સંસ્કાર વગેરે જેવા અનેક શુભ કાર્યો કરી શકાતા નથી. ત્યારબાદ નવેમ્બર અને ડિસેમ્બર લગ્નના શુભ મુહૂર્ત આવશે.
નદી-નાળા છલકાશે...પુરની સ્થિતિ સર્જાશેઃ અંબાલાલ પટેલે કરી 'અતિભારે' આગાહી, કહ્યું- આ તો હજુ શરૂઆત છે
ADVERTISEMENT