આપણે ઘણીવાર મહિલાઓને મંદિરો અને ગુરુદ્વારામાં માથું ઢાંકીને પ્રાર્થના કરતી જોઈ હશે. આ એક પ્રાચીન પરંપરા છે, જેનાં ધાર્મિક અને વૈજ્ઞાનિક બંને જ કારણો છે. હિન્દુ સહિત શીખ અને અન્ય ધર્મમાં પણ ધાર્મિક કાર્યો દરમિયાન માથું ઢાંકવું જરૂરી હોય છે. પરંતુ શું તમે ક્યારેય આ વિશે વિચાર્યું છે કે આખરે પૂજા કરતી વખતે મહિલાઓ મહિલાઓ માટે માથું ઢાંકવું શા માટે જરૂરી છે? ચાલો જાણીએ આ વિશે વિસ્તારથી....
ADVERTISEMENT
પૂજા સમયે કેમ ઢાંકવામાં આવે છે માથું?
- જ્યોતિષ શાસ્ત્ર અનુસાર એવું કહેવાય છે કે, પૂજા કરતી વખતે માથું ઢાંકવાથી મન ભટકતું નથી અને સંપૂર્ણ ધ્યાન પૂજા પર જ કેન્દ્રિત રહે છે. તેના દ્વારા ભક્તો ભગવાન સાથે જોડાઈ શકે છે.
- હિન્દુ ધર્મમાં માથું ઢાંકવાને સન્માન સાથે પણ જોડવામાં આવ્યું છે. જ્યારે મહિલાઓ ઘરના વડીલોની સામે આવે ત્યારે માથે પલ્લુ રાખે છે. આ વડીલો પ્રત્યેનો તેમનો આદર છે. ભગવાન બધા કરતાં મોટા હોય છે, તેથી તેમને માથું ઢાંકીને આદર આપવામાં આવે છે.
- વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ મુજબ, આકાશી વિદ્યુત તરંગો ખુલ્લા માથામાં પ્રવેશ કરે છે અને તેને સૌથી વધુ પ્રભાવિત કરે છે. આ કારણે વ્યક્તિને ગુસ્સો, માથાનો દુખાવો, આંખની સમસ્યા વગેરે જેવી ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. સાથે જ વાળમાં ચુંબકીય શક્તિ પણ હોય છે. આવી સ્થિતિમાં જો કોઈ વ્યક્તિ કોઈ ધાર્મિક સ્થળ પર હોય, જ્યાં મોટી સંખ્યામાં લોકો હાજર હોય, તો આ સમસ્યાથી બચવા માટે તેમના માટે માથું ઢાંકવું જરૂરી બની જાય છે.
- એવું પણ માનવામાં આવે છે કે નેગેટિવ એનર્જી વાળ દ્વારા જ માનવ શરીરમાં પ્રવેશે છે. આપણે નેગેટિવ એનર્જીથી બચીને રહીએ એટલા માટે માથું ઢાંકવાનો રિવાજ છે.
ADVERTISEMENT