Rahul Gandhi Bharat Jodo Nyay Yatra: રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા આજે ગુજરાતમાં પ્રવેશી છે. ઝાલોદમાં કોંગ્રેસના હજારો કાર્યકર્તાઓ દ્વારા રાહુલ ગાંધીનું સ્વાગત કરાયું હતું. યાત્રામાં કોંગ્રેસના અનેક નેતાઓ અને કાર્યકર્તાઓ જોડાયા હતા. AAPના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને પૂર્વ પ્રમુખ ગોપાલ ઈટાલિયા સહિતના કાર્યકરો પણ યાત્રામાં જોડાયા હતા. ગુજરાતમાં 4 દિવસમાં આ યાત્રા 400થી વધુ કિલોમીટરનું અંતર કાપશે. ઝાલોદમાં રાહુલ ગાંધીએ જાહેર સભાને સંબોધી હતી.
ADVERTISEMENT
જાતિગત વસ્તી ગણતરી પર શું કહ્યું?
ભારતના બજેટને 90 લોકો વહેંચે છે, IAS અધિકારી છે દિલ્હીમાં. મેં તેમનું લિસ્ટ કાઢ્યું, પછાત વર્ગની વસ્તી 50 ટકા છે. 90 અધિકારીમાંથી 3 પછાત વર્ગના છે. દલિત 3, આદિવાસી અહીં વધારે છે ત્યાં 90માંથી 1 અધિકારી છે. તમારી વસ્તી 8 ટકા છે. ભારત સરકાર બજેટમાં 100 રૂપિયા ખર્ચે છે, તો દલિત, પછાત, આદિવાસી ઓફિસર 6 રૂપિયામાં ભાગીદારી રાખે છે. એટલે મેં જાતિગત વસ્તી ગણતરી કરવાનું કહ્યું, જેથી કયા સમાજની કેટલી ભાગીદારી છે તે ખબર પડે. મેં જે દિવસે આ કહ્યું ત્યારથી નરેન્દ્ર મોદી કહે છે ભારતમાં કોઈ જાતિ જ નથી. જો ભારતમાં કોઈ જાતિ જ નથી તો તમે પોતાને OBC કેવી રીતે કહો છો?
અદાણી પર ફરી નિશાન સાધ્યું
રાહુલે કહ્યું- એક ઉદ્યોગપતિ છે, ગૌતમ અદાણી. એરપોર્ટ, પોર્ટ, માઈનિંગ, પાવર જનરેશન, સોલર પાવર, વિન્ડ પાવર, જ્યાં જુઓ ત્યાં તમને એક જ વ્યક્તિ દેખાશે. દેશના 2-4 ટકા લોકોને બધું ધન આપવામાં આવી રહ્યું છે. હું 4000 કિલોમીટર ચાલ્યો. ભારતમાં સૌથી મોટો મુદ્દો બેરોજગારી છે. બીજો મુદ્દો મોંઘવારી. તમે રામ મંદિરનું ઉદ્ઘાટન જોયું. રાષ્ટ્રપતિ આદિવાસી છે, તેમનો ચહેરો તમે ટીવી પર જોયો? એક દલિત, ખેડૂત જોયો તમે? આવી રાજનીતિ થઈ રહી છે. એટલે અમે ભારત જોડો યાત્રા કરી.
ADVERTISEMENT