મોદી સરકારમાં ગુજરાતના 6 સાંસદોને સોંપાયા વિભાગ, જાણો કોને કયું મંત્રાલય સોંપાયું

Gujarat Tak

10 Jun 2024 (अपडेटेड: Jun 10 2024 9:53 PM)

ગઈકાલે (9 જૂન) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રીજી વખત પીએમ પદના શપથ લીધા હતા. તેમણે રાષ્ટ્રપતિ ભવનમાં તેમના નવા કેબિનેટની સાથે શપથ લીધા હતા.

Modi Cabinet

ગુજરાતના સાંસદોને વિભાગોની વહેંચણી

follow google news

Portfolio Allocation In Modi Cabinet 3.0 : ગઈકાલે (9 જૂન) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રીજી વખત પીએમ પદના શપથ લીધા હતા. તેમણે રાષ્ટ્રપતિ ભવનમાં તેમના નવા કેબિનેટની સાથે શપથ લીધા હતા. મોદી સરકાર 3.0માં કુલ મંત્રીઓની સંખ્યા 72 હશે, જેમાંથી 30 મંત્રીઓ કેબિનેટનો ભાગ હશે. આ સિવાય 5 મંત્રીઓને સ્વતંત્ર હવાલો આપવામાં આવ્યો છે. સાથે જ 36 સાંસદોને રાજ્ય કક્ષાનું મંત્રી પદ આપવામાં આવ્યું છે. મોદી કેબિનેટ 3.0માં આવા ઘણા મંત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેઓ મોદી સરકાર 2.0માં પણ મંત્રી હતા.

આ પણ વાંચો

ગુજરાતના પાંચ કેબિનેટ અને એક રાજ્ય મંત્રી

ગઈકાલે (9 જૂન) મોદી સરકારમાં ગુજરાતના પાંચ કેબિનેટ મંત્રીએ શપથ લીધા હતા. જેમાં અમિત શાહ, જેપી નડ્ડા, મનસુખ માંડવિયા, સી.આર. પાટીલ અને એસ. જયશંકરે કેબિનેટ અને નિમુબેને રાજ્યકક્ષાના મંત્રી તરીકે શપથ લીધા હતા. આમ, ગુજરાતના કુલ છ સાંસદોએ શપથ લીધા હતા. ત્યારે આજે (10 જૂન) આ તમામને વિભાગોની ફાળવણી કરી દેવાઈ છે.

ગુજરાતના કયા સાંસદને કયું મંત્રાલય મળ્યું?

1. અમિત શાહ - ગૃહ મંત્રાલય અને સહકાર મંત્રાલય
2. એસ. જયશંકર (રાજ્યસભા સાંસદ) - વિદેશ મંત્રાલય
3. ડૉ. મનસુખ માંડવિયા - શ્રમ-રોજગાર અને યુવા બાબતો અને રમતગમત મંત્રાલય
4. જે.પી. નડ્ડા (રાજ્યસભા સાંસદ) - આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી, રસાયણ અને ખાતર મંત્રી
5. સી.આર. પાટીલ - જલ શક્તિ મંત્રાલય
6. નિમુબેન જયંતિભાઈ બાંભણિયા (રાજ્ય મંત્રી) - ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય

આજે સાંસદોને વિભાગની કરાઈ વહેંચણી

મંત્રીમંડળની રચના બાદ સોમવારે સાંજે પોર્ટફોલિયોની પણ વહેંચણી કરવામાં આવી હતી. મોદી સરકારના ત્રીજા કાર્યકાળમાં અનેક મંત્રીઓના ખાતાઓનું પુનરાવર્તન થયું છે. મોદી 3.0 કેબિનેટમાં સમાવિષ્ટ કુલ કેબિનેટ મંત્રીઓમાંથી 25 ભાજપના છે અને 5 મંત્રી પદ સાથી પક્ષોને આપવામાં આવ્યા છે. આ સાથે જ 5 સાંસદોને સ્વતંત્ર પ્રભાર સાથે રાજ્યકક્ષાના મંત્રી બનાવવામાં આવ્યા છે. જેમાં ભાજપમાંથી ત્રણ, જયંત ચૌધરીના રૂપમાં આરએલડીમાંથી એક અને પ્રતાપરાવ જાધવના રૂપમાં શિવસેનામાંથી એકનો સમાવેશ કરવામાં આવ્યો છે.

    follow whatsapp