PI એ PSI ને કહ્યું કોઇક દિવસ ઘરે કોફી પીવા તો આવો, કોફી પીવડાવીને પછી…

Krutarth

• 12:53 PM • 07 Feb 2024

પટના : યે બિહાર હે યહા કુછ ભી હો સકતા હે તેવી ઉક્તિને સાર્થક કરતી ઘટના પ્રકાશમાં આવી છે. બિહારની એક મહિલા PSI સાથે દુષ્કર્મનો…

PI rape on PSI

PI rape on PSI

follow google news

પટના : યે બિહાર હે યહા કુછ ભી હો સકતા હે તેવી ઉક્તિને સાર્થક કરતી ઘટના પ્રકાશમાં આવી છે. બિહારની એક મહિલા PSI સાથે દુષ્કર્મનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. પીડિતાને આરોપ છે કે, PI દ્વારા તેના પર વારંવાર બળાત્કાર કરવામાં આવ્યો અને જ્યારે તે ગર્ભવતી બની તો તેનો ગર્ભપાત કરાવી દેવામાં આવ્યો. જ્યારે પીઆઇની બદલી થઇ ત્યાર બાદ પીએસઆઇએ મહિલા પીએસઆઇએ હિંમત કરીને પટના એસસી એસટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી હતી.

આ પણ વાંચો

અશ્લીલ વીડિયો બનાવી વાયરલ કરવાની ધમકી આપતો

બિહારમાંથી બળાત્કારનો ખુબ જ ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. જ્યાં પીઆઇ દ્વારા મહિલા પીએસઆઇની ઇજ્જત લુટી લેવામાં આવી હતી. આરોપી પીઆઇએ મહિલાનો અશ્લીલ વીડિયો બનાવ્યા બાદ વાયરલ કરવાની ધમકી પણ આપી હતી. ત્યાર બાદ તે વારંવાર બળાત્કાર કરતો રહ્યો. જ્યારે પીઆઇની બદલી થઇ ત્યારે મહિલાએ હિંમત કરીને પટના એસસીએસટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી હતી.

PI સસ્પેન્ડ કરાવવાની ધમકી આપતો

પીડિત મહિલા પીએસઆઇએ લેખિત ફરિયાદમાં જણાવ્યું કે, જક્કનપુર પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ સુદામા સિંહ ડ્યુટી અને અન્ય કામ મુદ્દે તેમને પરેશાન કરતો રહેતો હતો. અનુસૂચિત જાતીની હોવાના કારણે તે પોતાના આવાસ પર આવવા માટે દબાણ કરતો હતો. ધમકી આપતો હતો કે, મારા કહ્યા અનુસાર કામ નહી કરે તો બેદરકારીના આક્ષેપમાં સસ્પેન્ડ કરાવી દઇશ.

SHO એ કર્યો મહિલા પીએસઆઇ સાથે બળાત્કાર

મહિલા પીએસઆઇએ તેવો પણ આરોપ છે કે, પોલીસ સ્ટેશન આ ધમકી આપવા લાગ્યો કે તેમની પહોંચ વરીય પોલીસ અધીક્ષકની સાથે સાથે તમામ સીનિયર અધિકારી છે. હું નોકરી બચાવવાના ડરથી ઘર પર જતી રહી. અહીં તેણે મને કોફી પીવા માટે આપી. સોફા પર કોફી પીધા બાદ તે બેહોશ થઇ ગઇ હતી. જ્યારે હોશ આવ્યો તો તે નગ્ન અવસ્થામાં હતી. જેથી તે ડરીને રડવા લાગી હતી. દરમિયાન પીઆઇ સુદામા પ્રસાદ સિંહે તેનો અશ્લીલ વીડિયો બનાવી લીધો પછી બ્લેકમેઇલ કરીને વારંવાર રેપ કરતો રહ્યો. સુદામા સિંહ જક્કનપુરમા સરકારી ક્વાર્ટરમાં શારીરિક સંબંધો બનાવતો રહેતો હતો. જો કે વીડિયો વાયરલ થવાના ડરથી તે ફરિયાદ કરી શકી નહી.

PSI ગર્ભવતી થઇ જતા ગર્ભપાત પણ કરાવ્યો

મહિલા પીએસઆઇનો આરોપ છે કે, આ દરમિયાન તે ગર્ભવતી પણ થઇ હતી પરંતુ 15 સપ્ટેમ્બર, 2023 સુદામા સિંહે મારો ગર્ભપાત પણ કરાવ્યો હતો. હાલ તો ઉચ્ચ અધિકારી દ્વારા બીજા ઉચ્ચ અધિકારી વિરુદ્ધ આક્ષેપો બાદ સમગ્ર મામલે ખલબલી મચી ગઇ હતી. આરોપી પીઆઇની બદલી પટનાથી સહરસા કરી દેવાઇ હતી. પટના સીટી એસપી ભરત સોનીએ કહ્યું કે, આ મામલે ફરિયાદ દાખલ કરી દેવાઇ છે અને સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે. આગળની કાર્યવાહી કરવામાં આવશે.

    follow whatsapp