VIDEO: આ વિદેશી સિંગરને ગાતી જોઇને PM પોતે વગાડવા મંડ્યા તબલા, અગાઉ પણ કરી ચુક્યા છે સિંગરના વખાણ

Gujarat Tak

27 Feb 2024 (अपडेटेड: Feb 27 2024 6:12 PM)

કૃષ્ણ ભજનના રંગમાં રંગાયા પીએમ મોદી....

કૃષ્ણ ભજનના રંગમાં રંગાયા પીએમ મોદી

Cassandra Mae Spittmann

follow google news

PM Modi met German signer Cassandra Mae Spittmann: અયોધ્યામાં રામ મંદિરના અભિષેક પહેલા 'રામ આયેંગે' ગાઈને લોકોને મંત્રમુગ્ધ કરનાર જર્મન ગાયિકા Cassandra Mae Spittmann ને આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મળ્યા હતા. પીએમ મોદીએ 'મન કી બાત' કાર્યક્રમમાં પણ આ ગાયિકાનો ઉલ્લેખ પણ કર્યો હતો. 

આ પણ વાંચો

કૃષ્ણ ભજનના રંગમાં રંગાયા પીએમ મોદી

તમિલનાડુના પલ્લાડમમાં બેઠક દરમિયાન જર્મન ગાયિકા કેસાન્ડ્રા અને તેમની માતા વડાપ્રધાનને મળ્યા હતા. આ મુલાકાત દરમિયાન જર્મન ગાયિકાએ કૃષ્ણ ભજન ગાતા પીએમ મોદી પણ ખુશ થઇ ગયા હતા. આનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં કેસાન્ડ્રા ભજન ગાઈ રહી છે અને પીએમ મોદી તેની સાથે તબલા તાલ પુરાવવાની કોશિશ કરે છે.  

'મન કી બાત' માં પણ પણ પીએમ મોદીએ તેનો ઉલેખ્ખ કર્યો હતો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મન કી બાતના 105મા એપિસોડમાં જર્મન સિંગર કસાન્ડ્રાનો ઉલ્લેખ કર્યો હતો. હવે ફરી એકવાર કસાન્ડ્રા કૃષ્ણ ભજનને લઈને સમાચારમાં છે. અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કસાન્ડ્રાનો એક વીડિયો શેર કર્યો હતો જેમાં તેણે ભગવાન શ્રી રામનું ભજન ખૂબ જ સુંદર અંદાજમાં ગાયું હતું. 

    follow whatsapp