I.N.D.I.A News: I.N.D.I.A ગઠબંધન કેરળની વાયનાડ સીટ પર પણ ટકી શક્યું નથી. જ્યાંથી કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સાંસદ છે. ગઠબંધનમાં સામેલ સીપીઆઈએ આ બેઠક માટે પોતાના ઉમેદવારની જાહેરાત કરી દીધી છે. CPIએ એની રાજાને વાયનાડ લોકસભા બેઠક પરથી ઉમેદવાર જાહેર કર્યા છે. CPIના મહાસચિવ ડી રાજાએ આ માહિતી આપી છે. ડી રાજાની પત્ની એની CPMની રાષ્ટ્રીય મહિલા સામખ્ય મહાસચિવ છે. એનીએ પહેલા જ કહ્યું હતું કે વાયનાડમાં પાર્ટીના ઉમેદવારો ચૂંટણી લડે તેવી શક્યતા છે.
ADVERTISEMENT
સીપીઆઈની નજર પહેલેથી જ વાયનાડ પર હતી
સીપીઆઈની નજર પહેલાથી જ રાહુલ ગાંધીના ગઢ વાયનાડ પર છે. કેરળમાં સાથી પક્ષ કોંગ્રેસ સાથે સીટ વહેંચણીના કરાર પર અનેક વાતચીત છતાં કોઈ સમજૂતી થઈ શકી નથી. કેરળમાં સત્તારૂઢ એલડીએફએ ચાર લોકસભા બેઠકોમાંથી વાયનાડની પસંદગી કરી હતી. જ્યાં ડાબેરી પક્ષોના ઉમેદવારો ચૂંટણી લડવાના હતા. જો સીપીઆઈ રાહુલ ગાંધીની વાયનાડ સીટ પરથી ચૂંટણી લડશે તો રાહુલ ગાંધી કઈ સીટ પરથી ચૂંટણી લડશે તે સ્પષ્ટ નથી. સીપીએમના જનરલ સેક્રેટરી ડી રાજાએ 6 ફેબ્રુઆરીએ હૈદરાબાદમાં પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક યોજી હતી. આ મીટિંગ પછી તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસે તેમને વાયનાડ છોડવા માટે કહ્યું તે અંગે કોઈ ચર્ચા થઈ નથી પરંતુ તેમણે આ શક્યતાને નકારી ન હતી.
વાયનાડનો રાજકીય ઇતિહાસ કેવો રહ્યો છે?
ડી.રાજાએ ત્યારે કહ્યું હતું કે, વાયનાડ એ ચાર લોકસભા બેઠકોમાંથી એક છે. જે સીપીએમને એલડીએફની અંદર બેઠક વહેંચણીના સોદાના ભાગરૂપે મળી હતી. તેમણે કહ્યું હતું કે, હાલમાં આ અંગે કોઈ સહમતિ સધાઈ નથી. અત્રે ઉલ્લેખનીય છે કે, 2019માં રાહુલે વાયનાડ સીટ પર બીજા ક્રમે રહેલા સીપીએમના ઉમેદવાર સામે 4 લાખથી વધુ વોટથી જીત મેળવી હતી. કોંગ્રેસે 2009 અને 2014માં પણ આ સીટ જીતી હતી, બંને વખત સીપીએમ બીજા ક્રમે રહી હતી.
ADVERTISEMENT