મુંબઈ: મહારાષ્ટ્રની રાજધાની મુંબઈની પોલીસને શહેરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. આ કેસમાં 22 મેના રોજ પોલીસને ધમકીભર્યો મેસેજ મળ્યો હતો, જેમાં એક અજાણ્યા વ્યક્તિએ લખ્યું હતું કે તે જલ્દી જ મુંબઈમાં વિસ્ફોટ કરવા જઈ રહ્યો છે.
ADVERTISEMENT
મહારાષ્ટ્રમાં બોમ્બ વિસ્ફોટ અને આતંકવાદી હુમલાને લઈને નકલી કોલ મળવાનો સિલસિલો યથાવત રહ્યો છે. સોમવારે રાત્રે ફરી એકવાર એક વ્યક્તિએ મુંબઈ પોલીસને ટ્વિટર પર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી હતી. જોકે, પોલીસે સંપૂર્ણ તકેદારી રાખીને મેસેજ કરનારને ટ્રેસ કરી તેની ધરપકડ કરી હતી અને તપાસ શરૂ કરી હતી.
મેસેજમાં આપી આ ધમકી
22 મેના રોજ રાત્રે લગભગ 11 વાગ્યે, વ્યક્તિએ ટ્વિટર પર મુંબઈ પોલીસને એક મેસેજમાં લખ્યું હતું કે, “હું ટૂંક સમયમાં મુંબઈમાં વિસ્ફોટો કરીશ.” પોલીસને આ મેસેજ મળતાની સાથે જ તેણે મોકલનારનું એકાઉન્ટ ચેક કરવાનું શરૂ કર્યું અને સવારે જ ઓળખાણ બાદ તેને પકડી લીધો. હાલ તેને કસ્ટડીમાં લઈને પૂછપરછ કરવામાં આવી રહી છે. આ પહેલા મુંબઈ પોલીસને રવિવાર (21 મે)ની રાત્રે એક શંકાસ્પદ કોલ આવ્યો હતો, જેમાં કોલ કરનારે જણાવ્યું હતું કે તેને 26/11ના મુંબઈ હુમલાની જાણકારી આપતા આવા ઘણા કોલ આવી રહ્યા છે.
ADVERTISEMENT