દેશના વૃદ્ધો માટે Good News, સંસદમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કરી મોટી જાહેરાત

Gujarat Tak

27 Jun 2024 (अपडेटेड: Jun 27 2024 1:47 PM)

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સંસદના બંને ગૃહોને સંબોધિત કર્યા. રાષ્ટ્રપતિએ આ દરમિયાન એક મોટી જાહેરાત કરી. તેમણે આયુષ્માન ભારત યોજનાને લઈને મહત્વની વાતો કહી છે. રાષ્ટ્રપતિએ કહ્યું કે આયુષ્માન યોજના હેઠળ દેશમાં 70 વર્ષથી વધુ ઉંમરના તમામ વૃદ્ધોની સારવાર કરવામાં આવશે.

Ayushman Bharat Yojana

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કરી મોટી જાહેરાત

follow google news

Ayushman Bharat Yojana: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સંસદના બંને ગૃહોને સંબોધિત કર્યા. રાષ્ટ્રપતિએ આ દરમિયાન એક મોટી જાહેરાત કરી. તેમણે આયુષ્માન ભારત યોજનાને લઈને મહત્વની વાતો કહી છે. રાષ્ટ્રપતિએ કહ્યું કે આયુષ્માન યોજના હેઠળ દેશમાં 70 વર્ષથી વધુ ઉંમરના તમામ વૃદ્ધોની સારવાર કરવામાં આવશે.

આ પણ વાંચો

રાષ્ટ્રપતિએ કરી મોટી જાહેરાત 

રાષ્ટ્રપતિએ કહ્યું, 'સરકારે નિર્ણય લીધો છે. હવે 70 વર્ષથી વધુ ઉંમરના તમામ વૃદ્ધોને આયુષ્માન ભારત યોજના હેઠળ મફત સારવારનો લાભ મળશે. સરકારે છેલ્લા 10 વર્ષમાં ઘણા સુધારા પણ કર્યા છે.

ભાજપે ચૂંટણી ઢંઢેરામાં કર્યો હતો ઉલ્લેખ 

તમને જણાવી દઈએ કે, લોકસભા ચૂંટણી પહેલા ભાજપે પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો હતો. મેનિફેસ્ટોમાં કહેવામાં આવ્યું હતું કે દેશની જનતાને આયુષ્માન કાર્ડ હેઠળ પાંચ લાખ રૂપિયાની સારવારનો લાભ મળશે.  આ સાથે 70 વર્ષથી વધુ ઉંમરના દરેક વૃદ્ધોને આયુષ્માન યોજનાના દાયરામાં લાવવામાં આવશે.

શું છે આયુષ્માન ભારત યોજના?

કેન્દ્ર સરકારે વર્ષ 2018માં આયુષ્માન ભારત યોજના શરૂ કરી હતી. આ એક પ્રકારનો સ્વાસ્થ્ય વીમો (Health Insurance) છે. આમાં લાભાર્થીને આયુષ્માન કાર્ડ મળે છે. કાર્ડની મદદથી લાભાર્થી હોસ્પિટલમાં 5 લાખ રૂપિયા સુધીની સારવાર ફ્રીમાં મેળવી શકે છે. તેનો લાભ દેશના ગરીબ અને આર્થિક રીતે નબળા નાગરિકોને મળે છે.
 

    follow whatsapp