Ladakh Tank Accident: લદ્દાખમાં JCO સહિત 5 જવાન શહીદ, LAC પાસે નદીમાં તણાઈ ગઈ હતી ટેન્ક

Ladakh Tank Accident: લદ્દાખના દૌલત બેગ ઓલ્ડી વિસ્તારમાં મોટી દુર્ઘટના સર્જાઈ હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. રક્ષા અધિકારીના જણાવ્યા અનુસાર, શુક્રવારે અહીં ટેન્ક અભ્યાસ દમિયાન નદી પાર કરતી વખતે અચાનક નદીના જળસ્તરમાં વધારો થતાં કેટલાક જવાનો પાણીમાં તણાઈ ગયા છે.

Ladakh Tank Accident

લદ્દાખમાં JCO સહિત 5 જવાન શહીદ

follow google news

Ladakh Tank Accident: લદ્દાખના દૌલત બેગ ઓલ્ડી વિસ્તારમાં મોટી દુર્ઘટના સર્જાઈ હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. રક્ષા અધિકારીના જણાવ્યા અનુસાર, શુક્રવારે અહીં ટેન્ક અભ્યાસ દમિયાન નદી પાર કરતી વખતે અચાનક નદીના જળસ્તરમાં વધારો થતાં કેટલાક જવાનો પાણીમાં તણાઈ ગયા છે. આ દુર્ઘટનામાં JCO સહિત 5 જવાનો શહીદ થયા છે. 

LAC પાસે સર્જાઈ દુર્ઘટના

દૌલત બેગ ઓલ્ડીમાં ટેન્ક અભ્યાસ ચાલી રહ્યો હતો અને અહીં સેનાની ઘણી ટેન્કો હાજર હતી. આ સમય દરમિયાન, વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પાસે T-72 ટેન્ક દ્વારા નદી કેવી રીતે પાર કરવી તેની પ્રેક્ટિસ ચાલી રહી હતી. આ દરમિયાન જ્યારે એક ટેન્કે નદીને પાર કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે અચાનકથી નદીનનો પ્રવાહ વધી ગયો અને ટેન્ક પાણીમાં તણાઈ ગઈ. 

ટેન્કમાં હતા કુલ 5 જવાનો

એવું કહેવામાં આવી રહ્યું હતું કે આ દરમિયાન ટેન્કમાં કુલ 5 જવાનો હતા. જે બાદ બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ દુર્ઘટનામાં જેસીઓ સહિત પાંચ જવાનો શહીદ થયા છે. PRO એસ સિંધુએ કહ્યું કે, અમે તથ્યોની તપાસ કરી રહ્યા છીએ.

દુર્ઘટનામાં 5 જવાનો શહીદ

દુર્ઘટનામાં શહીદ થયેલા જવાનોના નામ  આરઆઈએસ એમ.આર કે રેડ્ડી, ડીએફઆર ભૂપેન્દ્ર નેગી, એલડી અકદુમ તૈયબ, હવાલદાર એ ખાન (6255 એફડી વર્કશોપ), સીએફએન નાગરાજ પી (એલઆરડબ્લ્યુ) છે.

    follow whatsapp