આશ્રમ વેબ સિરીઝ જેવુ કાંડ થઈ ગયું, ચુંગાલમાંથી બહાર આવવા પીડિતાના વલખા, જાણો પીડિતાની આપવીતિ

Niket Sanghani

• 08:13 AM • 20 Jun 2023

વિશાખાપટ્ટનમ: તમે ‘આશ્રમ’ વેબ સિરીઝ તો જોઈ જ હશે. જેમાં આશ્રમનો માલિક જેની દરેક પૂજા કરતા હતા તે ત્યાં રહેતી યુવતીઓને શારીરિક અને માનસિક ત્રાસ…

gujarattak
follow google news

વિશાખાપટ્ટનમ: તમે ‘આશ્રમ’ વેબ સિરીઝ તો જોઈ જ હશે. જેમાં આશ્રમનો માલિક જેની દરેક પૂજા કરતા હતા તે ત્યાં રહેતી યુવતીઓને શારીરિક અને માનસિક ત્રાસ આપતો હતો. આવો જ એક કિસ્સો આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમમાંથી સામે આવ્યો છે. અહીં એક સગીર યુવતીએ પોલીસ પાસે વેંકોજી પાલેમ સ્થિત જ્ઞાનાનંદ આશ્રમના સંચાલક પૂર્ણાનંદ સરસ્વતી પર છેડતીનો ગંભીર આરોપ લગાવ્યો હતો.

આ પણ વાંચો

યુવતીએ તેની સામે પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવ્યો હતો કે આશ્રમમાં તેની સાથે છેડતી કરવામાં આવી હતી. મામલાને ગંભીરતાથી લેતા પોલીસે સોમવારે રાત્રે પૂર્ણાનંદ સ્વામીની ધરપકડ કરી હતી. MVP પોલીસના જણાવ્યા અનુસાર, યુવતીએ તેમને કહ્યું કે પૂર્ણાનંદ સ્વામીએ એક વાર નહીં, પરંતુ ઘણી વખત તેનું યૌન શોષણ કર્યું હતું. આ સાથે તેને માનસિક ત્રાસ પણ આપવામાં આવ્યો છે. યુવતીને  આશ્રમમાંથી બહાર જવા દેવામાં આવતી ન હતી. ઘણા પ્રયત્નો પછી, તે કોઈક રીતે આશ્રમમાંથી ભાગવામાં સફળ રહી અને સીધી વિજયવાડા પહોંચી ગઈ. પોલીસ સ્ટેશનમાં તેણે પૂર્ણાનંદ સ્વામી વિરુદ્ધ કેસ નોંધ્યો હતો.

માતા પિતાના મોત બાદ આશ્રમમાં રહેતી હતી યુવતી
યુવતીના માતા-પિતાનું થોડા વર્ષો પહેલા અવસાન થયું હતું. માતા-પિતાના અવસાન બાદ તે દાદીના ઘરે રહેવા લાગી હતી. પરંતુ થોડા સમય પછી એટલે કે બે વર્ષ પહેલા નાનીએ તેમને જ્ઞાનાનંદ આશ્રમમાં દાખલ કરાવ્યા. ત્યારથી તે અહીં રહેતી હતી.

    follow whatsapp