Rose Day 2024 : એક એવું ગુલાબ જેની કિંમત 130 કરોડ રૂપિયા!, જાણો તેમાં શું છે ખાસ

malay kotecha

07 Feb 2024 (अपडेटेड: Feb 7 2024 6:00 AM)

આજ  રોઝ ડેની સાથે વેલેન્ટાઈન વીકની શરૂઆત 14 ફેબ્રુઆરીએ પૂર્ણ થશે વેલેન્ટાઈન વીક  શું તમે જાણો છો કે વિશ્વનું સૌથી મોંઘુ ગુલાબ કયું છે? Worlds…

gujarattak
follow google news
  • આજ  રોઝ ડેની સાથે વેલેન્ટાઈન વીકની શરૂઆત
  • 14 ફેબ્રુઆરીએ પૂર્ણ થશે વેલેન્ટાઈન વીક 
  • શું તમે જાણો છો કે વિશ્વનું સૌથી મોંઘુ ગુલાબ કયું છે?
Worlds Most Expensive Flower Rose Day 2024 : આજે 7મી ફેબ્રુઆરીએ રોઝ ડે (Rose Day)ની સાથે વેલેન્ટાઈન વીક (Valentine Week)ની શરૂઆત થઈ ગઈ છે. 14 ફેબ્રુઆરીના રોજ વેલેન્ટાઈન ડે  (Valentine Day)ની સાથે વેલેન્ટાઈન વીક પૂર્ણ થશે. આજે રોઝ ડે પર લોકો તેમના પાર્ટનરને ગુલાબના ફૂલ આપીને તેમના પ્રેમનો ઈઝહાર કરે છે. આમ તો આ દિવસે ગુલાબ સમાન્ય દિવસ કરતા વધુ મોંઘા વેચાય છે. પરંતુ શું તમે જાણો છો કે વિશ્વનું સૌથી મોંઘા ગુલાબના ફૂલને લોકો અને કયા નામથી ઓળખે છે અને તેની કિંમત કેટલી છે.

એક ગુલાબની કિંમતમાં આવી જશે મોંઘા-મોંઘા બંગલા

ખરેખર, સમગ્ર વિશ્વમાં ગુલાબના ફૂલોની હજારો જાતો છે. પરંતુ, જુલિયટ રોઝ (Juliet Rose) એક એવું ગુલાબ છે જે સુગંધ, સુંદરતાની સાથે-સાથે તેની કિંમત માટે વિશ્વભરમાં ફેમસ છે. કારણ કે આટલી કિંમતથી તમે મર્સિડીઝ, ઓડી અને BMW કાર ખરીદી શકો છો અથવા ત્રણ મોટા બંગલા ખરીદી શકો છો. ખૂબ જ અમીર લોકોએ પણ આ ગુલાબ ખરીદતા પહેલા ઘણી વાર વિચારવું પડે છે.

જુલિયટ રોઝની કિંમત 130 કરોડ રૂપિયા

તો ચાલો આ રોઝ ડે પર જાણીએ શું છે આ ગુલાબની ખાસિયત અને તે આટલું મોંઘું કેમ છે? એક રિપોર્ટ મુજબ આ ગુલાબની કિંમત 130 કરોડ રૂપિયા છે. જુલિયટ રોઝ (Juliet Rose)  વિશે દુનિયાને પહેલીવાર વર્ષ 2006માં ખબર પડી હતી. ઈન્ટરનેટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર, તેની કિંમત કરોડોમાં છે કારણ કે તેને એક ફ્લાવર એક્સપર્ટ દ્વારા ઘણા ગુલાબનું મિશ્રણ કરીને તૈયાર કરવામાં આવ્યું છે.

દિવાના બનાવી દેશે તેની સુંદરતા

ફેમસ રોઝ બ્રીડર ડેવિડ આસ્ટિને વિશ્વની સામે તેને રજૂ કર્યું હતું. તેને ડેવિડે અનેક ગુલાબ ભેળવીને ઉગાડ્યું હતું. ત્યારે તેને પહેલીવાર રૂ. 90 કરોડમાં વેચવામાં આવ્યું હતું. આ ગુલાબ ખૂબ જ સુંદર છે.

શા માટે છે આટલું મોંઘું?

વિચારવા જેવી વાત છે કે આખરે આ ફૂલમાં એવું તો શું છે કે આની કિંમત આટલી વધારે છે. ઈન્ટરનેટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર, તેને ઉગવામાં 15 વર્ષનો સમય લાગ્યો અને 5 મિલિયન ડોલર (લગભગ 34 કરોડ રૂપિયા) લાગ્યા હતા. ડેવિડ ઓસ્ટિનની વેબસાઈટ અનુસાર, જુલિયટ રોઝની સુગંધ હળવી ચાની સુગંધ જેવી છે.
આ પણ વાંચો
    follow whatsapp