ગાંધીનગરઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીને ગણતરીનો સમય બાકી રહ્યો છે. ત્યારે પોલીસે દારૂબંધી માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે. તેવામાં આજે સવારે ગાંધીનગર ચ રોડ ખાતે સ્વીફ્ટ ગાડી અને સ્કૂલવાન વચ્ચે ટક્કર થઈ હતી. જોકે આ અકસ્માત પછી સ્વીફ્ટ ગાડીમાંથી દારૂની બોટલો અને પેટીઓ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. તેવામાં વધુ તપાસ કરતા આ દારૂની હેરાફેરી કરતા બુટલેગરની ગાડી હોવાની માહિતી સામે આવી રહી છે. ચલો સમગ્ર ઘટનાક્રમ પર નજર કરીએ…
ADVERTISEMENT
બુટલેગરની ગાડીનો અકસ્માત…
ચ રોડ પર સ્કૂલવાન અને સ્વીફ્ટ ગાડીનો અકસ્માત થયો હતો. આ દરમિયાન 2 બાળકોને સામાન્ય ઈજા પહોંચી હતી. પરંતુ આ દરમિયાન સ્વીફ્ટ ગાડીની બેક સિટ અને ડેકીમાંથી દારૂની અઢળક બોટલો અને પેટી મળી આવી હતી. આને જોતા ચૂંટણી સમયે દારૂની હેરાફેરી થતી હોવાની અટકળો વહેતી થઈ હતી. ત્યારે પોલીસે આ મુદ્દે તપાસ હાથ ધરી દીધી હતી.
પોલીસ તપાસમાં થયો ઘટસ્ફોટ…
પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી અને ગાડીમાં દારૂની બોટલોનો મામલો ચકાસ્યો હતો. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે બુટલેગર દ્વારા આ દારૂનો જથ્થો અમદાવાદ લઈ જવાતો હતો. એટલું જ નહીં વિગતો પ્રમાણે આ બુટલેગર રાજસ્થાનથી દારૂ લઈને અમદાવાદ જઈ રહ્યો હતો. આની સાથે બુટલેગરે દારૂની હેરાફેરી કરવા માટે ગાડીની નંબર પ્લેટ પણ ખોટી લગાવી હોવાની માહિતી સામે આવી છે.
જાણો દારૂની હેરાફેરીનો રૂટ…
બુટલેગર દ્વારા ચિલોડાથી અમદાવાદનો રૂટ પસંદ કરાયો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આની સાથે પોલીસે આ દારૂનો જથ્થો જપ્ત કરી લીધો છે. જોકે હજુ સુધી પોલીસ આરોપીને પકડી શકી નથી. એના માટે તેમણે તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે.
With Input: દુર્ગેશ મહેતા
ADVERTISEMENT