અસદુદ્દીન ઓવૈસી આવશે ગુજરાતના પ્રવાસે, વડગામ બેઠક પર AIMIM ની નજર

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી આડે હવે ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે સત્તાવાર તારીખો પણ જાહેર કરવામાં આવશે. ગુજરાતની સત્તા હાંસલ કરવા દરેક રાજકીય પક્ષો…

asaduddin owaisi

asaduddin owaisi

follow google news

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી આડે હવે ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે સત્તાવાર તારીખો પણ જાહેર કરવામાં આવશે. ગુજરાતની સત્તા હાંસલ કરવા દરેક રાજકીય પક્ષો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે AIMIM પક્ષ પણ ગુજરાતમાં પહેલીવાર ચૂંટણી લડવા જઈ રહી છે. અસદુદ્દીન ઓવૈસીની પાર્ટીનું સંપૂર્ણ ધ્યાન દલિત અને મુસ્લિમ વોટ ઉપર છે. બીજી તરફ મે 2022 બાદ સતત અસદુદ્દીન ઓવૈસી ગુજરાતનો પ્રવાસ કરી રહ્યા છે. ત્યારે 29 અને 30 ઓક્ટોબરે ફરી એક વખત ઓવૈસી ગુજરાતના પ્રવાસે આવશે.

વડગામ અને બાપુનગરમાં સભા સંબોધશે 
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં હાઇ વૉલ્ટેજ ડ્રામા જોવા મળી રહ્યો છે. ગુજરાતના સત્તા સિંહાસન પર સૌ કોઇની નજર છે. આ વચ્ચે હવે AIMIM પણ ગુજરાતના મેદાને ઉતરી ચૂકી છે. ઓવૈસી પણ એક બાદ એક ગુજરાતના પ્રવાસ કરી રહ્યા છે ત્યારે હવે 29 અને 30 ઓક્ટોબરે ઓવૈસી બે દિવસ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આ બે દિવસ દરમિયાન ઓવૈસી વડગામ અને બાપુનગરમાં સભા સંબોધશે.

ઉમેદવારોના નામોની કરી શકે છે જાહેરાત
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં AIMIM અને આમ આદમી પાર્ટી પણ મેદાને છે ત્યારે મતોનું વિભાજન થશે. આ સાથે જ ઓવૈસીના ગુજરાત પ્રવાસ દરમિયાન વારીસ પઠાણ પણ સાથે રહેશે. જેમાં વિધાનસભાના ઉમેદવારોના નામ પણ જાહેર કરશે. દરિયાપૂર બેઠક પરથી દાનિશ કુરેશીને AIMIM મેદાને ઉતારી શકે છે.

    follow whatsapp