અમિત શાહ અને ખોડલધામના ‘નરેશ’ પટેલ વચ્ચે ખાસ બેઠક, ઉમેદવારી પસંદગી મુદ્દે ચર્ચાની અટકળો…

અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી જાહેર થઈ ચૂકી છે. ત્યારે ભાજપમાં પણ ઉમેદવારોની પસંદગીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. તેવામાં મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે પાર્લામેન્ટરી બોર્ડની છેલ્લી…

gujarattak
follow google news

અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી જાહેર થઈ ચૂકી છે. ત્યારે ભાજપમાં પણ ઉમેદવારોની પસંદગીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. તેવામાં મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે પાર્લામેન્ટરી બોર્ડની છેલ્લી બેઠક યોજાઈ હતી એ દિવસે ખોડલધામના અધ્યક્ષ નરેશ પટેલ અને અમિત શાહ વચ્ચે ખાસ મુલાકાત થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. આ દરમિયાન ટિકિટ અને કયા ઉમેદવારોને ઉતારી શકાય એ મુદ્દે ચર્ચા થઈ હોવાની અટકળો કરાઈ રહી છે. ચલો વિગતવાર નજર કરીએ…

અમિત શાહ અને નરેશ પટેલે શેની ચર્ચા કરી…
મીડિયા અહેવાલો પ્રમાણે નરેશ પટેલ અને અમિત શાહ વચ્ચે ભાજપમાંથી ટિકિટ મુદ્દે ચર્ચાઓનો દોર થયો હોવાનું સામે આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે શુક્રવારે રાત્રે બંને મુલાકાત કરી ન શક્યા નહોતા. જેથી બીજા દિવસે અમિત શાહના થલતેજ ખાતે આવેલા નિવાસ સ્થાને નરેશ પટેલ અને અમિત શાહ વચ્ચે બેઠક થઈ હોવાના અહેવાલો મળી રહ્યા છે.

પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં અમિત શાહ કેમ મોડા પહોંચ્યા..
નરેશ પટેલ સાથેની મિટિંગના કારણે અમિત શાહ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં મોડા પહોંચ્યા હોવાના રિપોર્ટ્સમાં દાવો કરાયો છે. જોકે આ અંગે કોઈપણ સત્તાવાર નિવેદન આપવા માટે તૈયાર નથી. પરંતુ રિપોર્ટ્સ પ્રમાણે ભાજપમાં અન્ય પાટીદાર સાથીઓ માટે ઉમેદવારી મુદ્દે ચર્ચા કરવા માટે નરેશ પટેલ ત્યાં પહોંચ્યા હોવાનો દાવો કરાઈ રહ્યો છે.

વળી આ દરમિયાન નરેશ પટેલે રાજકોટમાં રાજેશ ટિલાળા અને અમદાવાદમાં દિનેશ કુંભાણી માટે ભલામણ કરી હોવાનું સામે આવી રહ્યું છે.

    follow whatsapp