ઉનાકાંડના આરોપીઓના જામીન કોર્ટે ફગાવ્યા

ભાવેશ ઠક્કર.ઉનાઃ વર્ષ 2016માં ઉના ખાતે કહેવાતા ગૌ રક્ષકો દ્વારા 4 યુવાનો પર અત્યાચાર કરવામાં આવ્યો હતો. જે પછી સમગ્ર ઉના જ નહીં પરંતુ ગુજરાત…

gujarattak
follow google news

ભાવેશ ઠક્કર.ઉનાઃ વર્ષ 2016માં ઉના ખાતે કહેવાતા ગૌ રક્ષકો દ્વારા 4 યુવાનો પર અત્યાચાર કરવામાં આવ્યો હતો. જે પછી સમગ્ર ઉના જ નહીં પરંતુ ગુજરાત અને દેશભરમાં તેના પડઘા પડ્યા હતા. આ કેસમાં આરોપીઓ દ્વારા ઉના કોર્ટમાં જામીન અરજી કરીને જામીન આપવા વિનંતી કરવામાં આવી હતી. કોર્ટે આ મામલામાં આરોપીઓને જામીન આપવાની ના પાડી હતી અને તેમની અરજી ફગાવી હતી.

બનાવની ટુંકી વિગતો
ગત 11/7/2016ના રોજ કહેવાતા ગૌ રક્ષકો દ્વારા સમઢિયાળા ગામના ૪ યુવાનો પર અમાનુષી અત્યાચાર ગુજારી ઝાયલો ગાડી સાથે બાંધીને સરઘસ કાઢ્યું હતું. જે ઘટનાનો વીડિયો વાયરલ થતાં આ ઘટનાના પડઘા સમગ્ર દેશમાં પડ્યા હતા અને રાજ્યમાં 74 જેટલા ગુનાઓ નોંધાયા હતા. 23 વ્યકિતઓએ આત્મહત્યા કરવાની કોશિશ કરી હતી. જેમાં 1 વ્યક્તિનું મોત નિપજ્યું હતું અને ઉનામાં જ 8 જેટલા ગુનાઓ નોંધવામાં આવ્યા હતા.

જામીન મળ્યા પછી ધમકાવ્યા
ગઈ તારીખ 25/7/2022ના રોજ આરોપીઓ પ્રમોદગીરી ગોસ્વામી અને બળવંતગીરી ગોસ્વામીને હાઇકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા હતા અને ગિર સોમનાથ જિલ્લાની હદમાં કેસના હેતુ સિવાય પ્રવેશવાની મનાઈ ફરમાવવામાં આવી હતી. તારીખ 14/11/2022ના રોજ પ્રમોદગીરી ગોસ્વામી,બળવંતગીરી ગોસ્વામી અને શૈલેશ બાંભાલિયા દ્વારા જેમ પહેલા મારેલા તે ભૂલી ગયા, યાદ કરજો નહીં તો ગમે તેમ કરી તમારી જિંદગી ખતમ કરી નાંખીશું વગેરે મતલબની ભોગ બનનારને ધમકી આપતા તારીખ 14/11/2022ના રોજ ઉના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જેની આરોપીઓ દ્વારા ઉના કોર્ટમાં જામીન અરજી નંબર 264/2022 દાખલ કરતાં અને એમાં ફરિયાદીના વકીલ ગોવિંદ પરમાર દ્વારા વાંધા અરજી રજૂ કરતાં તારીખ 25/11/2022 ના રોજ ઉના કોર્ટ દ્વારા આરોપીઓની જામીન અરજી રદ કરવામાં આવી છે.

તારીખ ૨૫ નવેમ્બરે વેરાવળ કોર્ટમાં 3 સાહેદો તપાસવામાં આવ્યા હતા. ફરિયાદીના એડવોકેટ ગોવિંદ પરમાર દ્વારા જમીનની શરતનો ભંગ કરવા બદલ જામીન કેન્સલ કરવાની અરજીઓ આપી હતી. કોર્ટે આ મામલાની ગંભીરતાને ધ્યાને લીધી હતી અને આરોપીઓના જામીન ફગાવી દીધા હતા.

    follow whatsapp