ડાયરામાં ધારાસભ્ય રિવાબા જાડેજા પર થયો રૂપિયાનો વરસાદ, જુઓ Video

જામનગર: મહારાણા પ્રતાપ જન્મ તિથિ નિમિતે રાજપૂત સમાજ દ્વારા જામનગરમાં  કીર્તિદાન ગઢવી, માયાભાઈ આહીર અને કિંજલ દવેનો લોક ડાયરો યોજાયો હતો. ત્યારે કિર્તીદાન ગઢવીના ડાયરામાં…

gujarattak
follow google news

જામનગર: મહારાણા પ્રતાપ જન્મ તિથિ નિમિતે રાજપૂત સમાજ દ્વારા જામનગરમાં  કીર્તિદાન ગઢવી, માયાભાઈ આહીર અને કિંજલ દવેનો લોક ડાયરો યોજાયો હતો. ત્યારે કિર્તીદાન ગઢવીના ડાયરામાં ડોલર અને દિરહામનો પર વરસાદ કરવામાં આવ્યો હતો. આ ડાયરામાં ધારાસભ્ય રિવાબા જાડેજા પર રુપિયાનો વરસાદ કરવામાં આવ્યો હતો.

આ ડાયરામાં રિબડા જૂથના રાજદીપસિંહ અને ગોંડલ જૂથના ગણેશ ગ્રુપ દ્વારા સ્ટેજ પર પણ રુપિયાનો વરસાદ કરવામાં આવ્યો હતો. કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજા અને હકુભા જાડેજાએ આ રુપિયાનો વરસાદ કર્યો હતો. મહત્વની વાત તો એ છે કે કિર્તીદાન ગઢવી પર રુપિયાનો અને સોના-ચાંદીના સિક્કાનો વરસાદ અગાઉ થઈ ચૂક્યો છે. પણ આ વખતે તો રેકોર્ડ સર્જાયો છે કે કિર્તીદાન ગઢવીના ડાયરામાં ડોલર અને દિરહામનો પર વરસાદ કરવામાં આવ્યો હતો.

આ સાથે મહારાણા પ્રતાપની જન્મજ્યંતિ નિમીતે રાજપૂત સમાજે ડાયરાનું આયોજન કર્યું હતું. જેમાં પૂર્વ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા અને ધારાસભ્ય રીવાબા જાડેજાની રક્તતુલા કરવામાં આવી. વિશાળ શોભાયાત્રા સાથે ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. અને મોટી સંખ્યામાં શહેરીજનો આ કાર્યક્રમમાં હાજર રહ્યાં હતા. આ સાથે પૂર્વ ધારાસભ્ય હકુભા જાડેજાનો જન્મદિવસ પર હોવાથી આ જશ્નનો માહોલ ખુબ જામ્યો હતો.. હકુભા જાડેજા, કાંધલ જાડેજા સહિતના આગેવાનો કિર્તીદાન ગઢવીના તેરે જેસા યાર કહા ગીત પર જૂમી ઉઠ્યા હતા.

(વિથ ઈનપુટ: દર્શન ઠક્કર, જામનગર )

    follow whatsapp