ધનેશ પરમાર, બનાસકાંઠા: રાજ્યમાં દારૂબાંધી સામે અનેક વખત પોલીસ પર સવાલો ઉઠયા છે. ત્યારે દારૂબંધીને લઈ રાજ્યમાં પોલીસ તંત્ર એક્શનમોડ પર જોવા મળ્યું છે. આ દરમિયાન બનાસકાંઠા પોલીસને મોટી સફળતા હાથ આવી છે. રાજસ્થાનમાં થી ગુજરાતમાં ઘુસાડવામાં આવતા દારૂના નેટવર્ક ઉપર અમીરગઢ પોલીસે પુનઃ લગામ લગાવી છે.જેમાં એક શકમંદ કન્ટેનરને રોકાવી પોલીસે તેમાંથી વિદેશી દારુંની 16,650 બોટલો ઝડપી છે. આ સાથે જ કન્ટેનર ચાલકની અટકાયત કરી છે.
ADVERTISEMENT
અમીરગઢ ચેકપોસ્ટ ખાતે આબુરોડથી ગુજરાતમાં આવતા GJ 12 BY 2327 નંબરનાં કન્ટેનર ચાલકની શકમંદ વર્તુણુક જોતા પોલીસે તપાસ કરી હતી.જેમાં કન્ટેનરને ખોલી જોતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી.
વિવિધ માર્કની 1210 પેટી મળી આવી
ઝડપાયેલા કન્ટેનરમાં દારૂની એક બી પેટી નહીં પરંતું સિફતપૂર્વક રખાયેલ 1210 વિવિધ માર્કાંનાં દારૂની પેટીઓ મળી આવી હતી.આ દારૂ ગુજરાતમાં ઘુસાડવામાં આવતો હતો. જોકે પોલીસની તલાશીમાં ઝડપાયો હતો.
આરોપી હરિયાણાનો નીવાસી
આ કન્ટેનર લઈ આવતો આરોપી રાહુલ ઉમેદસિંહ જાટ રહે, બસના કલાનોર,હરિયાણા નો મૂળ રહેવાસી છે.આ કેસમાં અમીરગઢ પોલીસે તપાસ બાદ ત્રણ ઈસમો વિરૂદ્ધ પ્રોહીબિશન એક્ટ મુજબની કાર્યવાહી કરેલ છે.અને દારૂ ,કન્ટેનર ,મોબાઈલ ,રોકડ રકમ સહિત કુલ રું 53,91,120 નો મુદ્દામાલ જપ્ત કરેલ છે.
ADVERTISEMENT