'ડ્રાય સ્ટેટ' ગુજરાતમાં પીવાનો પરવાનો આપવાથી સરકારને કરોડોની આવક, આટલા લોકો પાસે છે દારૂની પરમિટ

Gujarat Tak

• 08:49 PM • 26 Feb 2024

39 હજાર 888 લોકો પાસે દારૂની પરમીટ હોવાનું સામે આવ્યું છે

દારૂના પરવાનાથી સરકારને કરોડોની આવક

Liquor Permit Gujarat

follow google news

Liquor Permit Gujarat: ગાંધીનું આ ગુજરાત કહેવા તો 'ડ્રાય સ્ટેટ' છે પરંતુ અહીં 39 હજાર 888 લોકો પાસે દારૂની પરમીટ હોવાનું સામે આવ્યું છે.વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય દિનેશ ઠાકોરે પુછેલા પ્રશ્નના જવાબમાં સરકારે આ ખુલાસો કર્યો છે. ઉપરાંત વિદેશી દારૂના પરમીટવાળા પેકથી રાજ્ય સરકારને છેલ્લા ત્રણ વર્ષમાં રૂ. 200 કરોડની આવક થયાનો પણ ખુલાસો થયો છે. 

આ પણ વાંચો

દારૂના પરવાનાથી સરકારને કરોડોની આવક 

સરકાર દ્વારા આપવામાં આવેલ આ જવાબમાં જાણવા મળ્યું કે 30 હજાર 112 લોકોની દારૂની પરમીટ રીન્યૂ કરવામાં આવી છે. દારૂના પરવાનાથી સરકારને કરોડોની આવક થવા પામી છે. 3 વર્ષમાં દારૂના નવા પરવાના હેઠળ 8.75 કરોડ રૂપિયાની આવક સરકારને થઈ છે. રીન્યૂ પરવાના હેઠળ 29.80 કરોડની આવક થઈ છે. આમ દારૂનો પરવાનો આપીને જ સરકારને છેલ્લા ત્રણ વર્ષમાં 38.56 કરોડનો વકરો થયો છે.

દારૂના વેચાણ થકી રાજ્ય સરકારને રૂ. 200 કરોડની આવક

છેલ્લા 3 વર્ષમાં દારૂના વેચાણ થકી રાજ્ય સરકારને રૂ. 200 કરોડની આવક થઈ છે. જેમાં 2020-21માં દારૂના વેચાણ થકી 51.84 કરોડ અને 2022-23માં 78.14 કરોડ રૂપિયાની આવક દારૂના વેચાણ થકી થઈ છે. જ્યારે છેલ્લા 3 વર્ષમાં દારૂના નવા પરવાના હેઠળ રાજ્ય સરકારને 8.75 કરોડ અને પરવાના રિન્યૂ કરવા બદલ 29.80 કરોડ રૂપિયાની આવક થઈ છે. 
 

    follow whatsapp