અમદાવાદઃ અમદાવાદમાં આજે ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા અને ભાઈ બલરામ સાથે નગરચર્યા પર નીકળ્યા છે. આજે 146મી રથયાત્રાનો પ્રારંભ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવી હતી. આ પહિંદ વિધિની પરંપરા પ્રમાણે મુખ્યમંત્રી દ્વારા આ વિધિ કરવામાં આવે છે. પહિંદ વિધિનો લાભ અગાઉ પણ ગુજરાતના મુખ્યમંત્રી પદ પર રહેલા વ્યક્તિના હાથે જ કરવામાં આવી છે. જેની પાછળ પણ એક પરંપરાગત બાબત જોડાયેલી છે.
ADVERTISEMENT
શું કહ્યું મુખ્યમંત્રીએ?
પહિંદ વિધિ કરતા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, આ મારું સૌભાગ્ય છે કે મને ભગવાનની પૂજા અર્ચના કરવાની તક મળી. ગુજરાતમાં હંમેશા સદ્ભાવના, સુખ સમૃદ્ધી, એક્તા રહે તેવી મહાપ્રભુ જગન્નાથને પ્રાથના છે. તેમણે પણ અષાઢી બીજને પગલે કચ્છવાસીઓને નવા વર્ષની શુભેચ્છા પણ પાઠવી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કચ્છી ભાષામાં નવા વર્ષની અને Rath Yatraની આપી શુભેચ્છાઓ કહ્યું…
મુખ્યમંત્રી જ કેમ કરે છે આ વિધિ?
પરંપરા પ્રમાણે નગરના રાજાના હાથે પહિંદ વિધિ કરવામાં આવતી હતી. હવે તો આપણે ત્યાં લોકશાહીને પગલે રાજાશાહી તો રહી નથી. જેથી રાજ્યના મુખ્યમંત્રીને જ રાજા ગણીને આ પરંપરા પ્રમાણે તેમના હાથે જ પહિંદ વિધિ કરવામાં આવે છે. આ અંગે ભૂપેન્દ્ર પટેલે પણ પરંપરાઓ મુજબ પહિંદ વિધિ કરાવી હતી. સોનાની સાવરણીથી પહિંદ વિધિ કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે દેશમાં સૌથી મોટી રથયાત્રા પૂરી ખાતે થાય છે જ્યારે દેશમાં સૌથી લાંબી રથાત્રા અમદાવાદમાં થાય છે. ઐતિહાસિક રીતે આ રથયાત્રાને પણ ઘણું મહત્વ રહે છે જેને પગલે દર વર્ષે મોટી સંખ્યામાં આ રથયાત્રામાં જંગી મેદની ઉમટી પડતી હોય છે.
ADVERTISEMENT