ગાંધીનગર: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. ધો.10 બોર્ડની પરીક્ષા બાદથી વિદ્યાર્થીઓ પરિણામની રાહ જોઈ રહ્યા હતા. ત્યારે હવે આગામી 25મી મેના રોજ બોર્ડનું પરિણામ જાહેર થવાની માહિતી સામે આવી રહી છે. બોર્ડની વેબસાઈટ www.gseb.org પર સવારે 8 વાગ્યાથી વિદ્યાર્થીઓ પરિણામ જોઈ શકશે.
ADVERTISEMENT
વોટ્સએપથી મેળવી શકાશે પરિણામ
ગુજરાત બોર્ડ દ્વારા આ સાથે જ એક વોટ્સએપ નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે. જેના પર મેસેજ કરીને ફોન પર જ પરિણામ મેળવી શકાશે. આ માટે વિદ્યાર્થીએ 6357300971 પર પોતાનો બેઠક નંબર લખીને મોકલવાનો રહેશે. વિદ્યાર્થીઓને સ્કૂલમાંથી માર્કશીટ ક્યારે મળશે તે અંગે બાદમાં જાહેરાત કરવામાં આવશે. નોંધનીય છે કે, આ વર્ષે અંદાજે 9.50 લાખ વિદ્યાર્થીઓએ બોર્ડમાં ધો.10ની પરીક્ષા આપી હતી.
(વિથ ઈનપુટ: દુર્ગેશ મહેતા)
ADVERTISEMENT