Big Breaking: ગુજરાત સરકારે વધુ બે નગરપાલિકાને જાહેર કરી મહાનગરપાલિકા, નાણાંમંત્રીએ કરી જાહેરાત

Gujarat Tak

28 Feb 2024 (अपडेटेड: Feb 28 2024 1:02 PM)

પોરબંદર અને નડિયાદ બનશે મહાનગરપાલિકા

પોરબંદર અને નડિયાદ બનશે મહાનગરપાલિકા

breaking News

follow google news

Gujarat Budget Session: ગુજરાત સાક્રેકરે બજેટ સત્રની શરૂઆતમાં જ સાત નગરપાલિકાઓને મહાનગરપાલિકા બનાવવાની જાહેરાત કરી હતી. જેમાં  નવસારી, ગાંધીધામ, મોરબી, વાપી, આણંદ, મહેસાણા અને સુરેન્દ્રનગર/વઢવાણનો સમાવેશ કરવામાં આવ્યો હતો. હવે એવામાં સરકારે વધુ બે  નગરપાલિકાઓને મહાનગરપાલિકાનો (gujarat new municipal corporation) દરજ્જો આપવાની જાહેરાત કરી છે. આ જાહેરાત સાથે જ રાજ્યમાં હવે કુલ  17 મહાનગરપાલિકા થઇ જશે. 

આ પણ વાંચો

પોરબંદર અને નડિયાદ બનશે મહાનગરપાલિકા 

નાણાંમંત્રી કનુંભાઈ દેસાઈએ હાલ શરૂ બજેટ સત્રમાં એક મોટી જાહેરાત કરી છે. જેમાં તેમણે રાજ્યમાં વધુ બે નગરપાલિકાઓને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની વાત કહી હતી. જે મુજબ હવે  પોરબંદર – છાયા નગરપાલિકા અને નડિયાદ નગરપાલિકાને મહાનગરપાલિકા તરીકે જાહેર કરવામાં આવી છે. આણંદ નગરપાલિકાને મહાનગર પાલિકાનો દરજ્જો અપાતા નડિયાદ નગરપાલિકાને પણ મહાનગરપાલિકાનો દરજ્જો મળે તેવી માંગ કરવામા આવી હતી. 
 

    follow whatsapp