ચાલુ બસે ડ્રાઈવરને ઝોકું આવતા સર્જાયો અકસ્માત, બસ 40 ફૂટ ઢસડાઈ

Niket Sanghani

• 08:06 AM • 23 May 2023

ધનેશ પરમાર, બનાસકાંઠા:રાજ્યમાં અકસ્માતના બનાવોમાં સતત વધી રહ્યા છે. આ દરમિયાન અકસ્માતની વધુ એક ઘટના સામે આવી છે. બનાસકાંઠામાં ઈકબાલગઢ હાઇવે ઉપર ચાલુ બસે ચાલકને…

gujarattak
follow google news

ધનેશ પરમાર, બનાસકાંઠા:રાજ્યમાં અકસ્માતના બનાવોમાં સતત વધી રહ્યા છે. આ દરમિયાન અકસ્માતની વધુ એક ઘટના સામે આવી છે. બનાસકાંઠામાં ઈકબાલગઢ હાઇવે ઉપર ચાલુ બસે ચાલકને જોકુ આવી જતા વોલ્વો બસ મુસાફરો સાથે ડિવાઈડ સાથે અથડાઇ હતી. બસ 40 ફૂટ જેટલી ઘસડાઈ હતી. જોકે નસીબ જોગે મુસાફરોને નાની મોટી ઈજાઓ થઈ હતી અને કોઈ જાનહાનિ થયેલ નથી.

આ પણ વાંચો

આ વોલ્વો બસ દિલ્હી થી અમદાવાદ આવી રહી હતી.આ બસમાં 40 જેટલા મુસાફરો સવાર હતા. જોકે ચાલુ બસે ચાલકને જોકુ આવતા હાઈવે પર ચાલતી આ બસ અચાનક ધડાકાભેર ડિવાઇડર સાથે અથડાઈ હતી અને ડિવાઈડર પર બસ ચડી ગઈ હતી . આ બસની ગતિ 100 થી વધુ હોઇ અકસ્માત સર્જાતા બસ ડીવાઈડર સાથે અથડાઈ 40 ફૂટ જેટલી ઘસડાઈ હતી.

અકસ્માત બાદ બસ ચાલક ફરાર
અકસ્માત થી મુસાફરોમાં ભાગદોડ મચી હતી.તેમજ મદદ માટે મુસાફરોએ ચીસો પાડી હતી. જોકે મુસાફરોને જોખમમાં મૂકી અકસ્માત કરનાર ડ્રાઇવર તે બાદ ભાગી છુંટ્યો હતો. જ્યારે ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસ અને એલ એન્ડ ટી વિભાગના કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. ત્યાર આ ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા મુસાફરોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા. તેમજ ટ્રાફિક જામ થતાં પોલીસે આ ટ્રાફિક નિયંત્રણ કરી હાઇવે ખુલ્લો કરાવ્યો હતો.

    follow whatsapp