ભયાનક અકસ્માતમાં 3ના મોતઃ મોડાસા-માલુપર હાઈવે પર ST અને લક્ઝરી બસ વચ્ચે ટક્કર, CCTV જોઈ હચમચી જશો

Gujarat Tak

01 Jun 2024 (अपडेटेड: Jun 1 2024 1:02 PM)

Aravalli Crime News: રાજ્યમાં અવારનવાર અકસ્માતના બનાવો બનતા રહે છે, ત્યારે રાજ્યમાં વધુ એક અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. મોડાસા-માલપુર હાઈવે પર એસ.ટી બસ અને લક્ઝરી વચ્ચે અકસ્માત સર્જાતા 3 લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યાં છે.

Aravalli Crime News

અરવલ્લીમાં ખતરનાક અકસ્માત

follow google news

Aravalli Crime News: રાજ્યમાં અવારનવાર અકસ્માતના બનાવો બનતા રહે છે, ત્યારે રાજ્યમાં વધુ એક અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. મોડાસા-માલપુર હાઈવે પર એસ.ટી બસ અને લક્ઝરી વચ્ચે અકસ્માત સર્જાતા 3 લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યાં છે. જ્યારે 30થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. 

આ પણ વાંચો

ST બસ અને લક્ઝરી વચ્ચે અકસ્માત

મળતી માહિતી અનુસાર, મોડાસા-માલપુર હાઈવે પર માલપુર તરફથી આવતી એસ.ટી બસ અને મોડાસા તરફથી માલપુર તરફ જતી લક્ઝરી બસ વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો હતો.  મોડાસા-માલપુર હાઈવે પર સાકરીયા બસ સ્ટેશન નજીક એસ.ટી બસ અને લક્ઝરી બસ વચ્ચે અકસ્માત સર્જાતા 2 લોકોના ઘટના સ્થળે મોત થયા છે, જ્યારે એકનું સારવાર દરમિયાન મોત થયું છે. જ્યારે 30થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે. 

બાઈક ચાલકને બચાવવા જતા સર્જાયો અકસ્માત

અકસ્માતને પગલે રાહદારીઓના ટોળેટોળા એક્ઠા થઈ ગયા હતા. જે બાદ સ્થાનિકો દ્વારા આ અંગેની જાણ કરાતા 108 એમ્બ્યુલન્સ અને પોલીસને જાણ કરતા પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. જે બાદ બસમાંથી મુસાફરોને કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પોલીસે રાહદારીઓની મદદથી ઈજાગ્રસ્તોને બહાર કાઢીને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે બાઇક ચાલકને બચાવવા જતાં એસટી બસ રોંગ સાઈડમાં આવતી બીજી બસ સાથે ધડાકાભેર અથડાઇ હતી.

જગન્નાથપુરીથી પરત આવી રહ્યા હતા શ્રદ્ધાળુઓ

સાથે એવું પણ સામે આવ્યું છે કે, ખાનગી બસમાં સવાર તમામ મુસાફરો જગન્નાથપુરીથી દર્શન કરી પરત ફરી રહ્યા હતા, ત્યારે સાકરીયા બસ સ્ટેશન નજીક તેમની બસને અકસ્માત નડ્યો હતો. 
 

    follow whatsapp