Rajkot: IT વિભાગના લાડાણી ગ્રુપ પર દરોડામાં કરોડોની કરચોરી ઝડપાઈ, ઝૂપડપટ્ટીમાં દસ્તાવેજો સંતાડ્યા હતા

Gujarat Tak

07 Mar 2024 (अपडेटेड: Mar 7 2024 1:49 PM)

Rajkot IT Raid: રાજકોટમાં લાડાણી ગ્રુપ પર આવકવેરા વિભાગના દરોડામાં 500 કરોડથી વધુની કરચોરી ઝડપાઈ છે. આવકવેરા વિભાગ દ્વારા બે દિવસ પહેલા ગ્રુપ પર દરોડા પાડવામાં આવ્યા હતા, પરંતુ કોઈ કરચોરીના કાગળો મળ્યા નહોતા.

Rajkot IT Raid

Rajkot IT Raid

follow google news

Rajkot IT Raid: રાજકોટમાં લાડાણી ગ્રુપ પર આવકવેરા વિભાગના દરોડામાં 500 કરોડથી વધુની કરચોરી ઝડપાઈ છે. આવકવેરા વિભાગ દ્વારા બે દિવસ પહેલા ગ્રુપ પર દરોડા પાડવામાં આવ્યા હતા, પરંતુ કોઈ કરચોરીના કાગળો મળ્યા નહોતા. જોકે બાદમાં ઝૂંપડપટ્ટી વિસ્તારમાંથી એક ઓરડીમાં લાડાણી ગ્રુપના લોકોની અવરજવર દેખાતા પોલીસ અને ટેકનિકલ ટીમની મદદથી કરોડોના બિનહિસાબી વ્યવહાર ઝડપી લેવામાં આવ્યા હતા.

આ પણ વાંચો

આ પણ વાંચો: Rajkot: 'અર્જુનભાઈ તો ભાજપમાં ભળી ગયા, હવે શું કરવાનું?, પરસોત્તમ રૂપાલાએ કોંગ્રેસને આડેહાથ લેતા કાર્યકર્તાઓમાં હાસ્ય રેલાયું

ઝૂપડપટ્ટીમાં સંતાડ્યા હતા દસ્તાવેજો

લાડાણી ગ્રુપ પર IT વિભાગના દરોડા પડ્યા હતા. જોકે શરૂઆતમાં ઈન્કમટેક્સ વિભાગને કોઈ કરચોરીના કાગળો મળ્યા ન હતા. આથી અધિકારીઓએ પોલીસની મદદ લીધી હતી અને લાડાણી ગ્રુપ તથા તેની સાથે સંકળાયેલા લોકો પર 450 સીસીટીવી કેમેરાથી નજર રાખવામાં આવી હતી. જેમાં રાજકોટ યુનિવર્સિટી રોડ પર આવેલા PGVCLની મુખ્ય ઓફિસની પાછળ ઝુંપડપટ્ટી વિસ્તારમાં એક મકાનમાં લાડાણી ગ્રુપના લોકોની અવર-જવર સીસીટીવીમાં કેદ થઈ હતી. જેના આધારે તપાસ કરતા આ રૂમમાંથી કાણાનાણાના વ્યવહારોનો પર્દાફાશ થયો હતો. 

આ પણ વાંચો: 'લોકો ગાભામારું કહીને મજાક ઉડાવે છે', કોંગ્રેસી નેતાઓના ભરતી મેળાથી BJP કાર્યકર્તાઓમાં નારાજગી

રૂ.4 હજારમાં રૂમ ભાડે રાખ્યો હતો

27 ફેબ્રુઆરીના રોજ IT વિભાગે લાડાણી અને ઓરબીટ ગ્રુપ તથા તેના ભાગીદારો પર દરોડા પાડ્યા હતા. જેમાં લાડાણી ગ્રુપના અંગત માણસોએ મોટી રકમ સાથેના રોકડનો થેલો અને પ્રોજેક્ટના દસ્તાવેજો, લેપટોપ ગુમ કરી દીધા હતા. ત્યારે તપાસ કરતા ગ્રુપે રૂ.4 હજારમાં એક રૂમ ભાડે રાખ્યો હોવાનું જાણવા મળ્યું હતું. ત્યાં મહત્વના લોકોની હિલચાલ જોવા મળતા હતા. ડેટા છુપાવવા માટે લાડાણીના ભાણેજ અંકીત સીરાએ રૂ.4 હજારમાં રૂમ ભાડે રાખ્યો હતો. સીસીટીવી ફૂટેજ ચેક કરતા આ જગ્યાનો પતો લાગ્યો હતો. 

(ઈનપુટ: રોનક મજીઠિયા, રાજકોટ)
 

    follow whatsapp