Zomato માં હવે ઓર્ડર મોંઘો પડશે! દરેક ફૂડ ઓર્ડર પર આટલો વધારે ચાર્જ ચૂકવો પડશે

Gujarat Tak

22 Apr 2024 (अपडेटेड: Apr 22 2024 5:43 PM)

Zomato Platform Fees: ઓનલાઈન ફૂડ ઓર્ડર કરવાના શોખીન લોકો માટે એક માઠા સમાચાર સામે આવ્યા છે અને તે ઓનલાઈન ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ Zomato સાથે જોડાયેલ છે. હવે તમારે Zomato પર દરેક ફૂડ ઓર્ડર પર 5 રૂપિયા સુધીનો વધારાનો ચાર્જ ચૂકવવો પડશે.

Zomato

પ્લેટફોર્મ ફીમાં 25%નો વધારો

follow google news

Zomato Platform Fees: ઓનલાઈન ફૂડ ઓર્ડર કરવાના શોખીન લોકો માટે એક માઠા સમાચાર સામે આવ્યા છે અને તે ઓનલાઈન ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ Zomato સાથે જોડાયેલ છે. હવે તમારે Zomato પર દરેક ફૂડ ઓર્ડર પર 5 રૂપિયા સુધીનો વધારાનો ચાર્જ ચૂકવવો પડશે. તેના ત્રિમાસિક પરિણામોની જાહેરાત પહેલા Zomato એ તેના વપરાશકર્તાઓને આ મોટો આંચકો આપ્યો છે. કંપનીએ અચાનક તેની પ્લેટફોર્મ ફી (Zomato Hike Platform Fees) વધારી દીધી છે.

આ પણ વાંચો

પ્લેટફોર્મ ફીમાં 25%નો વધારો

ઓનલાઈન ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ Zomato એ તેની પ્લેટફોર્મ ફી 25 ટકા (Zomato Hike Platform Fee) વધારીને જેના કારણે 5 રૂપિયા પ્રતિ ઓર્ડરનો વધારો જોવા મળશે. પ્લેટફોર્મ ફી એક ફ્લેટ ફી છે જે ફૂડ ડિલિવરી કંપનીઓ તમામ ઓર્ડર પર સંબંધિત ગ્રાહકોને વસૂલે છે. એટલે કે Zomato ના આ નિર્ણય બાદ હવે કંપની પાસેથી ઓનલાઈન ફૂડ ઓર્ડર કરવું મોંઘું થઈ જશે અને તમારે દરેક ઓર્ડર પર 5 રૂપિયા વધારાના ખર્ચવા પડશે.

પ્લેટફોર્મ ફીમાં સતત વધારો 

બિઝનેસ ટુડેના અહેવાલ મુજબ, Zomato એ ગયા વર્ષે ઓગસ્ટ 2023માં 2 રૂપિયાની પ્લેટફોર્મ ફી રજૂ કરી હતી અને બાદમાં તેના માર્જિનમાં સુધારો કરવા અને વધુ નફો મેળવવા માટે આ ફી 2 રૂપિયાથી વધારીને 3 રૂપિયા કરવામાં આવી હતી. 

Anand News: ઉમરેઠ નગરપાલિકાએ વિરોધનો બદલો લીધો? ક્ષત્રિય યુવાનો મોટો આરોપ

Zomato ની આ સેવા બંધ કરી દેવામાં આવી છે

પ્લેટફોર્મ ચાર્જમાં આ 25 ટકાનો વધારો Zomato દ્વારા માર્ચ ક્વાર્ટરના નાણાકીય પરિણામોની જાહેરાતના એક અઠવાડિયા પહેલા કરવામાં આવ્યો છે. ગ્રાહકો પર બોજ વધારવાના નિર્ણયની સાથે, કંપનીએ તેની ઇન્ટર-સિટી ફૂડ ડિલિવરી સેવા ઇન્ટરસિટી લિજેન્ડ્સ (Zomato Intercity Legends) પણ સ્થગિત કરી દીધી છે. 

લંડનમાં આવેલા 592 કરોડના આ 'મહેલ'માં યોજાશે અનંત-રાધિકાના લગ્ન, 3 દિવસ સુધી ચાલશે ભવ્ય સેલિબ્રેશન

Zomato ના શેરમાં 5 ટકાનો ઉછાળો

ભારતમાં ઓનલાઈન ફૂડ ડિલિવરી માર્કેટમાં Zomato એક મોટી ખેલાડી છે અને કંપનીના આંકડા આનું ઉદાહરણ છે. ઝોમેટો વાર્ષિક આશરે 85-90 કરોડ ઓર્ડર પૂરા કરે છે. Zomatoએ ડિસેમ્બર ક્વાર્ટરમાં એડજસ્ટેડ રેવન્યુમાં વાર્ષિક ધોરણે 30 ટકા વૃદ્ધિ નોંધાવી છે. આ સાથે તમને જણાવી દઈએ કે ઝોમેટોના શેરમાં તેજીનો ટ્રેન્ડ ચાલુ છે. સોમવારે શેરબજાર ખુલતાની સાથે જ કંપનીના શેરમાં લગભગ 5 ટકાનો ઉછાળો આવ્યો અને તે 197.70 રૂપિયાના સ્તરે પહોંચી ગયો. કંપનીનું માર્કેટ કેપ 1.66 લાખ કરોડ રૂપિયા છે.

(નોંધ- શેરબજારમાં કોઈપણ રોકાણ કરતા પહેલા, તમારા બજાર નિષ્ણાતોની સલાહ ચોક્કસ લો.)

    follow whatsapp