New Rules: LPGના ભાવથી લઈને ક્રેડિટ કાર્ડ સુધી...આજથી દેશમાં થયા આ 6 મોટા ફેરફાર, તમારા પર થશે સીધી અસર

Gujarat Tak

• 09:59 AM • 01 Apr 2024

આજે 1 અપ્રિલ 2024થી નવું નાણાકીય વર્ષ (New Financial Year) શરૂ થયું છે અને તેની સાથે જ દેશમાં ઘણા મોટા ફેરફારો (Rule Change From Today) થયા છે, જેની સીધી અસર તમારા ખીસ્સાને થઈ શકે છે.

New Rules

આજથી બદલાયા 6 મોટા નિયમો

follow google news

સમાચાર હાઇલાઇટ્સ

point

આજે નવું નાણાકીય વર્ષ શરૂ થયું

point

દેશમાં ઘણા મોટા ફેરફારો થયા

point

એલપીજીની કિંમતોમાં ફેરફારો

આજે 1 અપ્રિલ 2024થી નવું નાણાકીય વર્ષ (New Financial Year) શરૂ થયું છે અને તેની સાથે જ દેશમાં ઘણા મોટા ફેરફારો  (Rule Change From Today) થયા છે, જેની સીધી અસર તમારા ખીસ્સાને થઈ શકે છે. જેમાં એલપીજી સિલિન્ડરની કિંમત (LPG Cylinder Price)થી લઈને ક્રેડિટ કાર્ડ (Credit Card)  અને એનપીએસ (NPS) સહિત ઘણા નિયમો બદલાયા છે. ચાલો આવા છ મોટા ફેરફારો વિશે વિગતવાર જાણીએ...

આ પણ વાંચો

LPG  ગેસની કિંમત 

દર મહિનાની પહેલી તારીખે ઓયલ માર્કેટિંગ કંપનીઓ એલપીજીની કિંમતો (LPG Price)માં ફેરફારો કરે છે. આ મહિનાના પહેલા દિવસે પણ કંપનીઓએ સિલિન્ડરની કિંમતોમાં ફેરફારો કર્યો છે. જોકે, આ ફેરફાર ઘરેલુ એલપીજી સિલિન્ડર પર નહીં, પરંતુ 19 કિલોગ્રામવાળા કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતોમાં કરવામાં આવ્યો છે. 1 એપ્રિલ 2024થી દિલ્હીમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત 30.50 રૂપિયા ઘટીને 1764.50 રૂપિયા થઈ ગઈ છે. કોલકાતામાં કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં 32 રૂપિયાનો ઘટાડો થયો છે અને હવે તે અહીં 1879 રૂપિયામાં મળશે. મુંબઈની વાત કરીએ તો અહીં સિલિન્ડરની કિંમત 31.50 રૂપિયા ઘટીને 1717.50 રૂપિયા અને ચેન્નાઈમાં 30.50 રૂપિયા ઘટીને 1930 રૂપિયા થઈ ગઈ છે.

EPFOનો નવો નિયમ

પહેલી એપ્રિલથી એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO)એ નવો નિયમ લાગુ કરવા વિશે જણાવ્યું હતું, જે આજથી લાગુ થઈ ગયો છે. આ નવા નિયમ હેઠળ EPF એકાઉન્ટ હોલ્ડર જ્યારે તેમની નોકરી બદલશે, ત્યારે તેમનું જૂનું PF બેલેન્સ નવા એકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ જશે. આનો ફાયદો એ થશે કે નોકરી બદલ્યા પછી તમારે તમારા જૂના પીએફ બેલેન્સને નવા ખાતામાં ટ્રાન્સફર કરવાની જરૂર નહીં પડે, બલ્કે તે આપમેળે ટ્રાન્સફર થઈ જશે.

NPS નિયમ

પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (PFRDA) એ નેશનલ પેન્શન સિસ્ટમ (NPS) ને વધુ સિક્યોર (સુરક્ષિત) બનાવવા માટે આધાર બેસ્ડ ટુ સ્ટેપ એથેન્ટિફિકેશન સિસ્ટર રજૂ કરી છે. આ સિસ્ટમ તમામ પાસવર્ડ બેઝ એનપીએસ યુઝર્સ માટે હશે, જે 1 એપ્રિલથી લાગુ કરવામાં આવી છે. 15 માર્ચે PFRDAએ આ અંગે એક નોટિફિકેશન બહાર પાડ્યું હતું.


FasTag કેવાયસી 

જો તમે 31 માર્ચ, 2024 સુધીમાં ફાસ્ટેગ કેવાયસી (Fastag KYC)ને અપડેટ નહીં કરો, તો તમને 1 એપ્રિલથી ફાસ્ટેગનો ઉપયોગ કરવામાં સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. તમને જણાવી દઈએ કે NHAI એ Fastag KYC ફરજિયાત બનાવ્યું છે.

વીમા પોલિસીનું ડિજિટલાઇઝેશન

ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (IRDAI)એ ઈન્સ્યોરન્સ પોલિસીઓ માટે ડિજિટલાઈઝેશન ફરજિયાત બનાવ્યું છે, જે 1 એપ્રિલ, 2024થી લાગુ થશે. આ સૂચના હેઠળ લાઈફ, હેલ્થ અને જનરલ ઈન્સ્યોરન્સ સહિત અલગ-અલગ કેટેગરીની તમામ ઈન્સ્યોરન્સ પોલિસીઓ ઈલેક્ટ્રોનિક રીતે જારી કરવામાં આવશે. ઈ-ઈન્સ્યોરન્સ (E-insurance)માં એક સિક્યોર ઓનલાઈન પ્લેટફોર્મના માધ્યમથી ઈન્સ્યોરન્સ સ્કીમ્સને મેનેજ કરવામાં આવશે, જેને ઈ-ઈન્સ્યોરન્સ એકાઉન્ટ તરીકે માનવામાં આવે છે. 
 है.

SBI ક્રેડિટ કાર્ડમાં ફેરફાર

SBI કાર્ડ્સે  (SBI Cards) પહેલાથી જ જાહેરાત કરી હતી કે 1 અપ્રિલ 2024થી કેટલાક ક્રેડિટ કાર્ડ માટે રિવોર્ડ પોઈન્ટનું કલેક્શન બંધ કરી દેવામાં આવ્યું છે. આમાં AURUM, SBI કાર્ડ એલિટ, SBI કાર્ડ એલિટ એડવાન્ટેજ, SBI કાર્ડ પલ્સ અને SimplyClick SBI કાર્ડનો સમાવેશ થાય છે.

    follow whatsapp