VIDEO: એક જ ટી-20 મેચમાં 3 સુપર ઓવર રમાઈ, ક્રિકેટના ઈતિહાસમાં પહેલીવાર બની આવી ઘટના

Yogesh Gajjar

ADVERTISEMENT

Cricket News
Cricket News
social share
google news

Three Super Over match: 23 ઓગસ્ટના રોજ મહારાજા T20 ટ્રોફીમાં ક્રિકેટના મેદાન પર અદભૂત રોમાંચ જોવા મળ્યો હતો. હુબલી ટાઈગર્સે ત્રણ સુપર ઓવર પછી રોમાંચક જીત નોંધાવી હતી. હુબલી ટાઈગર્સે પહેલા રમતા 164 રન બનાવ્યા હતા. જવાબમાં બેંગલુરુ બ્લાસ્ટર્સ પણ 164 રન બનાવી શકી હતી. આ પછી મેચ સુપર ઓવરમાં ગઈ હતી. ક્રિકેટના ઈતિહાસમાં કદાચ પ્રથમ વખત એક જ મેચમાં ત્રણ સુપર ઓવર જોવા મળી હતી.

હુબલી ટાઈગર્સે શુક્રવારે બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે મહારાજા T-20 ટ્રોફીની ખૂબ જ રોમાંચક મેચમાં જીત મેળવી હતી, જેમાં બંને ટીમો વચ્ચે ત્રણ સુપર ઓવર સુધી રોમાંચ ચાલ્યો હતો.

બેંગલુરુ બ્લાસ્ટર્સ ત્રણ વિકેટ બાકી રહેતા નિર્ધારિત ઓવરમાં હુબલીને હરાવવા માટે છમાંથી માત્ર પાંચ રન જ બનાવી શક્યું હતું. ગણેશ્વર નવીને 20મી ઓવરના પહેલા જ બોલ પર ચોગ્ગો ફટકારીને બ્લાસ્ટર્સને લીડ અપાવી હતી, પરંતુ બીજા જ બોલ પર તે આઉટ થઈ ગયો હતો.

આ પણ વાંચો

ADVERTISEMENT

આ પછી એલઆર કુમારે બે ડોટ બોલ નાખ્યા, ત્યારબાદ પાંચમા બોલ પર લવિશ કૌશલ રિટાયર્ડ આઉટ થયો. આ પછી ક્રાન્તિ કુમારને છેલ્લા બોલ પર રન આઉટ થયો અને મેચ સુપર ઓવરમાં ગઈ.

Cricket

ADVERTISEMENT

પ્રથમ સુપર ઓવર

બેંગલુરુ બ્લાસ્ટર્સનો કેપ્ટન મયંક અગ્રવાલ પ્રથમ બોલ પર આઉટ થયો હતો, પરંતુ છેલ્લા બોલ પર અનિરુદ્ધ જોશીએ ફટકારેલી સિક્સના કારણે ટીમે વાપસી કરીને 10 રન બનાવ્યા હતા. ત્રણબોલ આઠ રનની જરૂર હતી ત્યારે મનીષ પાંડેએ ટાઈગર્સ માટે મોટો શોટ ફટકાર્યો હતો, પરંતુ જ્યારે સ્કોર 1 બોલમાં 2 રન થઈ ગયો હતો, ત્યારે પાંડે બોલર કૌશલના હાથે કેચ આઉટ થતા થતા રહી ગયો, દરમિયાન ટાઈગર્સે એક રન લઈને સુપર ઓવરની બરાબરી કરી લીધી હતી.

ADVERTISEMENT

બીજી સુપર ઓવર

આ વખતે મનીષ પાંડે મનવંત કુમાર સાથે ઓપનિંગ કરવા આવ્યો હતો. મનવંત એવો ખેલાડી હતો જેણે આ મેચમાં 164 રનનો બચાવ કરતા 33 રનમાં 4 વિકેટ ઝડપી હતી, આ પહેલા તેણે 15 બોલમાં 28 રનની ઇનિંગ પણ રમી હતી. પરંતુ બીજી સુપર ઓવરમાં તે અને પાંડે માત્ર આઠ રન બનાવી શક્યા હતા. આ પછી ફાસ્ટ બોલર વિદ્વત કાવરપ્પાએ પોતાની ટીમ માટે શાનદાર બોલિંગ કરી. શરૂઆતમાં એક બાઉન્ડ્રી આપવા છતાં, તેણે માત્ર 4 વધુ રન આપ્યા, જેનાથી મેચ ત્રીજી સુપર ઓવરમાં પહોંચી.

ત્રીજી સુપર ઓવરની રમત

બેંગલુરુ બ્લાસ્ટર્સે ત્રીજી સુપર ઓવરમાં પ્રથમ બેટિંગ કરી હતી. અનિરુદ્ધ જોશી અને શુભાંગ હેગડે ઓપનિંગ કરવા આવ્યા હતા. પરંતુ મનવંતે પહેલા જ બોલ પર અનિરુદ્ધને આઉટ કર્યો હતો. પરંતુ છેલ્લા બોલ પર શુભાંગ હેગડેએ બેકવર્ડ પોઈન્ટ પર સિક્સર ફટકારીને બ્લાસ્ટર્સનો સ્કોર 12 રન સુધી પહોંચાડ્યો હતો.

આ પછી હુબલી ટાઈગર્સનો વારો આવ્યો. મનવંત કુમાર અને કેપ્ટન મનીષ પાંડે ઓપનિંગ કરવા આવ્યા હતા. ક્રાંતિ કુમાર બોલિંગ કરી રહ્યો હતો. તેણે બીજા બોલ પર ચોગ્ગો ફટકારીને રમતને આગળ વધારી. પરંતુ ક્રાંતિએ જોરદાર વાપસી કરી અને પછીના ત્રણ બોલમાં માત્ર ત્રણ રન આપ્યા (તેમાંથી એક વધારાનો હતો). ટાઈગર્સને હવે છેલ્લા બોલ પર ચાર રનની જરૂર હતી અને મનવંતે ચોગ્ગો ફટકારીને મેચ જીતી લીધી હતી.

ત્રણ સુપર મેચોનો સ્કોરકાર્ડ

હુબલી ટાઈગર્સ 164 (મનીષ પાંડે 33, મોહમ્મદ તાહા 31, લવિશ કૌશલ 5-17)
બેંગલુરુ બ્લાસ્ટર્સ 164 (મયંક અગ્રવાલ 54, મનવંત કુમાર 4-33, વિદ્વત કવેરપ્પા 2-35)
 

    follow whatsapp

    ADVERTISEMENT