TRAIના નવા નિયમોને કારણે બ્લોક થશે સિમ કાર્ડ! ક્યારેય ન કરતા આવી ભૂલ
TRAI New Rules: શું તમે પણ ફેક કૉલ્સ અને SMSથી પરેશાન થઈ ગયા છો, તો TRAI એટલે કે ટેલિકોમ રેગ્યુલેટરી ઑથોરિટી ઑફ ઈન્ડિયા ફેક કૉલ્સ અને મેસેજની સમસ્યાને ઘટાડવા માટે એક નવો નિયમ બનાવવાની તૈયારી કરી રહી છે.
ADVERTISEMENT
TRAI New Rules: શું તમે પણ ફેક કૉલ્સ અને SMSથી પરેશાન થઈ ગયા છો, તો TRAI એટલે કે ટેલિકોમ રેગ્યુલેટરી ઑથોરિટી ઑફ ઈન્ડિયા ફેક કૉલ્સ અને મેસેજની સમસ્યાને ઘટાડવા માટે એક નવો નિયમ બનાવવાની તૈયારી કરી રહી છે. આ નિયમ અનુસાર, જો કોઈ સિમ કાર્ડથી દરરોજ 50થી વધુ કોલ અથવા મેસેજ કરવામાં આવે છે, તો તે સિમ કાર્ડની તપાસ કરવામાં આવશે. જો તમે વધુ પડતા SMS મોકલો છો, તો તેની અસર તમારા પર પણ પડી શકે છે.
આ નિયમ શા માટે જરૂરી છે?
વાસ્તવમાં લાંબા સમયથી ઘણા લોકો ફેક કોલ અને મેસેજથી પરેશાન છે. આ કોલ અને મેસેજ લોકોને ઘણીવાર છેતરવા માટે કરવામાં આવે છે. ટેલિમાર્કેટિંગ માટે પણ આવા મેસેજ મોકલવામાં આવે છે. આવી સ્થિતિમાં આ નવો નિયમ તમારી ઘણી મદદ કરી શકે છે.
નવા નિયમમાં શું હશે?
નવા નિયમ હેઠળ જો કોઈપણ સિમ કાર્ડથી વધુ કોલ અથવા મેસેજ કરવામાં આવશે, તો તે સિમ કાર્ડની તપાસ કરવામાં આવશે. એટલું જ નહીં એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે કોલ અને મેસેજ માટે અલગ-અલગ ટેરિફ પ્લાન બનાવી શકાય છે. આવી સ્થિતિમાં જો કોઈ સિમ કાર્ડનો ઉપયોગ છેતરપિંડીપૂર્ણ પ્રવૃત્તિઓમાં થઈ રહ્યો છે, તો તેને બ્લોક કરી શકાય છે. માહિતી અનુસાર, કેલેન્ડર વર્ષ 2022-23માં ટેલિકોમ કંપનીઓ દ્વારા લગભગ 59 હજાર મોબાઈલ નંબર્સ બ્લોક કરવામાં આવ્યા છે.
ADVERTISEMENT
કેમ બનાવવામાં આવી રહ્યો છે આ નિયમ?
ટ્રાઈને જાણવા મળ્યું છે કે, ઘણા સિમ કાર્ડથી દરરોજ ઘણા કોલ અને મેસેજ કરવામાં આવે છે. આ સિમ કાર્ડનો ઉપયોગ મોટાભાગે લોકો સાથે છેતરપિંડી આચરવા માટે થાય છે. ક્યાંકને ક્યાંક આમાં ટેલિકોમ કંપનીઓ દ્વારા ઓફર કરવામાં આવતા અનલિમિટેડ કોલિંગ અને મેસેજવાળા ટેરિફ પ્લાન પણ જવાબદાર છે. ટ્રાઈ ઈચ્છે છે કે આવા સિમ કાર્ડને શોધી કાઢવામાં આવે અને પછી તેને બ્લોક કરવામાં આવે.
ADVERTISEMENT