IND vs AFG: ટીમ ઈન્ડિયા માટે અનલકી મેદાન પર અફઘાનિસ્તાન સામે મેચ, ભારતને પરેશાન કરશે આ 3 બાબતો!

ADVERTISEMENT

ટીમ ઈન્ડિયાની ફાઈલ તસવીર
IND vs AFG
social share
google news

T20 World Cup 2024 IND vs AFG: ટીમ ઈન્ડિયા હાલ બાર્બાડોસમાં છે. તેણે ગુરુવારે અફઘાનિસ્તાન સામે T20 વર્લ્ડ કપ 2024ની સુપર 8 મેચ રમવાની છે. ટીમ ઈન્ડિયાએ આ માટે ઘણો પરસેવો પાડ્યો છે. રોહિત શર્માની કેપ્ટનશીપમાં રહેલી ટીમને અહીં પડકારનો સામનો કરવો પડી શકે છે. તેના માટે જીત આસાન નહીં હોય. ટીમ ઈન્ડિયાને ત્રણ બાબતો પરેશાન કરી શકે છે. આમાં સૌથી પહેલા વિરાટ કોહલીનું ફોર્મ છે.

વિરાટ કોહલીનું ફોર્મ 

T20 વર્લ્ડ કપ 2024માં કોહલી અત્યાર સુધી કંઈ ખાસ કરી શક્યો નથી. તે ગ્રુપ મેચોમાં રોહિત શર્મા સાથે ઓપનિંગ કરી રહ્યો હતો. પરંતુ આ સમયગાળા દરમિયાન સફળતા મળી ન હતી. કોહલી આયર્લેન્ડ સામે માત્ર 1 રન બનાવીને આઉટ થયો હતો. આ પછી તે પાકિસ્તાન સામે 4 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. કોહલી યુએસએ સામે ખાતું પણ ખોલી શક્યો ન હતો. તેથી તેનું ફોર્મ ટીમ ઈન્ડિયા માટે ચિંતાનો વિષય બની શકે છે.

આ પણ વાંચો: ગંભીરના કોચ બનતા જ ટીમ ઈન્ડિયામાં થશે મોટા ફેરફાર... આ 5 દિગ્ગજ ક્રિકેટરો થઈ શકે બહાર

બાર્બાડોસમાં એકપણ મેચ નથી જીત્યું ભારત

ટીમ ઈન્ડિયા હજુ સુધી બાર્બાડોસમાં એક પણ ટી20 મેચ જીતી શકી નથી. તેણે અહીં બે ટી20 મેચ રમી છે. ભારતે 2010માં બાર્બાડોસના કેન્સિંગ્ટનમાં ઓવલ મેદાન પર બે મેચ રમી હતી. ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા સામે મેચ રમી હતી. જેમાં હારનો સામનો કરવો પડ્યો હતો. આ પછી વેસ્ટ ઈન્ડિઝ સામે રમાયેલી મેચમાં પણ કોઈ જીત મેળવી શકી ન હતી. તેથી, ભારતીય ટીમ અફઘાનિસ્તાન સામે એવા મેદાન પર મેચ રમશે જ્યાં તેણે એક પણ T20 મેચ જીતી નથી.

આ પણ વાંચો

ADVERTISEMENT

અફઘાનિસ્તાનનું સ્પિન આક્રમણ ટીમ ઈન્ડિયાને માટે મુશ્કેલી કરી શકે

અફઘાનિસ્તાન પાસે ઉત્તમ સ્પિન બોલરો છે. આ ભારતીય બેટ્સમેનો માટે મુશ્કેલી બની શકે છે. રાશિદ ખાન એક અનુભવી બોલર છે અને તે ભારતીય ખેલાડીઓ સાથે આઈપીએલમાં રમ્યો છે. રાશિદ વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા ખેલાડીઓની રણનીતિને સમજે છે. આવી સ્થિતિમાં ભારતીય ટીમને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. મુજીબ ઉર રહેમાન અને નૂર અહેમદ પણ સારી બોલિંગ કરે છે.

    follow whatsapp

    ADVERTISEMENT