IPL 2025: આ 5 ખેલાડીઓને ટીમમાંથી બહાર કરી શકે છે ગુજરાત ટાઈટન્સ, સામે આવ્યા નામ

Gujarat Tak

ADVERTISEMENT

IPL 2025
IPL 2025
social share
google news

IPL 2025: આ વખતે IPL 2025 પહેલા એક મેગા ઓક્શન યોજાશે, જેમાં મોટી સંખ્યામાં ખેલાડીઓને ખરીદવામાં આવશે, તો મોટી સંખ્યામાં ખેલાડીઓને રિલીઝ પણ કરવામાં આવશે. જોકે, આ મેગા ઓક્શન યોજાવામાં હજુ ઘણો સમય બાકી છે, પરંતુ ફ્રેન્ચાઈઝીએ પ્લાનિંગ અત્યારથી જ શરૂ કરી દીધું છે. ટીમો પોતાના મનપસંદ ખેલાડીઓને ટીમ સાથે રાખવા અને ખરાબ પ્રદર્શન કરનારા ખેલાડીઓને ટીમમાંથી બહાર કરવાની (રિલીઝ કરવાની) તૈયારીમાં લાગેલી છે. આ દરમિયાન અમે તમને ગુજરાત ટાઈટન્સના 5 ખેલાડીઓના નામ જણાવવા જઈ રહ્યા છીએ, જેમને ફ્રેન્ચાઇઝી આ મેગા ઓક્શન પહેલા રિલીઝ કરી શકે છે.

ડેવિડ મિલર

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સાઉથ આફ્રિકાના સ્ટાર બેટ્સમેન ડેવિડ મિલરને ગુજરાત ટાઈટન્સ IPL 2025ની હરાજી પહેલા રિલીઝ કરી શકે છે. ગુજરાત ટાઈટન્સે 2022ની હરાજીમાં  3 કરોડ રૂપિયાની બોલી લગાવીને ડેવિડ મિલરને ટીમમાં સામેલ કર્યા હતા. ડેવિડ મિલરે IPL 2024માં ટીમ માટે 9 મેચમાં 151ના સ્ટ્રાઈક રેટ સાથે 210 રન બનાવ્યા હતા. જોકે, આ પ્રદર્શન છતાં ટીમ આ સ્ટાર ખેલાડીને ટીમમાંથી બહાર કરી શકે છે, કારણ કે ટીમ પાસે મેગા ઓક્શનમાં વધારે ખેલાડીઓને રિટેન કરવાનો વિકલ્પ હશે નહીં. 

કેન વિલિયમસન

ન્યુઝીલેન્ડના સફળ કેપ્ટનોમાંથી એક કેન વિલિયમસનને પણ આ મેગા ઓક્શન પહેલા ગુજરાત ટાઇટન્સ ટીમમાંથી રિલીઝ કરી શકે છે. ટીમે 2023ની હરાજીમાં કેન વિલિયમસનને 2 કરોડ રૂપિયામાં ખરીદ્યા હતા. જોકે, કેન વિલિયમ્સન ટીમ માટે અપેક્ષા મુજબનું પ્રદર્શન કરી શક્યા નહોતા. કેન વિલિયમસને માત્ર 2 મેચ રમી અને 13.5ની એવરેજથી કુલ 27 રન બનાવ્યા હતા. આવી સ્થિતિમાં એવું માનવામાં આવે છે કે ટીમ આ વખતે ન્યૂઝીલેન્ડના આ સ્ટાર ખેલાડીને ટીમમાંથી બહાર કરી શકે છે.

આ પણ વાંચો

ADVERTISEMENT

રિદ્ધિમાન સાહા

ભારતના અનુભવી વિકેટકીપર બેટ્સમેન રિદ્ધિમાન સાહાને પણ ગુજરાત ટાઈટન્સ આ વખતે રિલીઝ કરી શકે છે. રિદ્ધિમાન સાહાને પણ 2022ના ઓક્શનમાં 1.9 કરોડ રૂપિયામાં ટીમમાં સામેલ કરવામાં આવ્યા હતા. આટલી મોંઘી રકમમાં ટીમમાં સામેલ કરવા છતાં રિદ્ધિમાન સાહાનું પ્રદર્શન એટલું સારું નહોતું રહ્યું જેટલી ટીમને તેમની પાસેથી અપેક્ષા હતી. રિદ્ધિમાન સાહાએ IPL 2024માં 9 મેચ રમી હતી અને તેઓ 15.11ની એવરેજથી માત્ર 136 રન બનાવી શક્યા હતા. આવી સ્થિતિમાં મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે મેગા ઓક્શન પહેલા ટીમ તેમને બહારનો રસ્તો બતાવી શકે છે.

નૂર અહેમદ 

ટીમ મેગા ઓક્શન પહેલા અફઘાનિસ્તાનના સ્ટાર સ્પિન બોલર નૂર અહેમદને રિલીઝ કરી શકે છે. ટીમે આ સ્ટાર બોલરને 2022ની હરાજીમાં માત્ર 30 લાખ રૂપિયામાં ટીમમાં સામેલ કર્યા હતા. નૂર અહેમદે IPL 2024માં 10 મેચ રમી અને 8.33ની ઈકોનોમીમાં માત્ર 8 વિકેટ લીધી. મેગા ઓક્શન પહેલા ટીમને વધુ ખેલાડીઓને રિટેન કરવાની તક નહીં મળે, તેથી મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ટીમ હરાજી પહેલા નૂર અહેમદને પણ બહાર કરી શકે છે.

ADVERTISEMENT

શાહરૂખ ખાન

ઓલરાઉન્ડર શાહરૂખ ખાનને ગુજરાત ટાઈટન્સ દ્વારા ગયા વર્ષની હરાજીમાં રૂ. 7.4 કરોડની બોલી લગાવીને ટીમમાં સામેલ કરવામાં આવ્યા હતા. જોકે, શાહરૂખ ખાને 7 મેચમાં 18.14ની એવરેજથી માત્ર 127 રન બનાવ્યા હતા. આવી સ્થિતિમાં ચર્ચા છે કે ટીમ આ સ્ટાર ઓલરાઉન્ડરને પણ મેગા ઓક્શન પહેલા રિલીઝ કરી શકે છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT